• જામનગર જિલ્લામાં શિયાળુ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર
• ભારે વરસાદના કારણે શિયાળુ પાકના વાવેતરમાં વધારો
• નદી નાળામાં હજુ પણ વહી રહ્યા છે ચોમાસું પાણી
જામનગર: જિલ્લામાં શિયાળુ પાકનું 53, 625 હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં કુલ વાવેતરના વિસ્તારમાંથી રવિ પાક માટે ચાલુ વર્ષમાં 53,625 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ધ્રોલ તાલુકાની વાત કરીએ તો તાલુકાની જમીનમાં 888 હેક્ટરમાં વાવેતર થયું છે. જામજોધપુર તાલુકામાં રવિ પાકનું 4528 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર તાલુકામાં 741 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ કરેલું છે.
કયાં તાલુકામાં કેટલી જમીનમાં થયું રવિ પાકનું વાવેતર?
જોડિયા તાલુકામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર 3 વર્ષની એવરેજની સરખામણીમાં વધારો થયો છે. એટલે કે, જોડિયા તાલુકામાં 5,256 હેકટર જમીનમાં વાવેતર શિયાળુ પાકનું કરેલું છે. કાલાવડ તાલુકામાં રવિ પાકના વાવેતરમાં વધારો થયો છે. 2020-21ના વર્ષમાં રવિ પાકનું વાવેતર કાલાવડ તાલુકામાં 39, 046 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાની વાત કરીએ તો લાલપુર તાલુકામાં રવિ પાકની સીઝન માટે ખેડૂતોએ 3,166 હેકટર જમીનમાં વાવેતર કર્યુ છે.
જામનગર જિલ્લામાં 53,625 હેકટરમાં ખેડૂતોએ કર્યુ શિયાળુ પાકનું વાવેતર કુલ 3,01,033 હેક્ટર જમીન વિસ્તાર
જામનગર જિલ્લામાં કુલ 3,01,033 હેક્ટર જમીનનો વાવેતરનો વિસ્તાર છે. જેમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં એવરેજ 76,233 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર ખેતીવાડી વિભાગમાં નોધાયું છે. જામનગર જીલ્લામાં ઘઉંનું વાવેતર 16,284 હેક્ટર જમીનમાં થયેલ છે. ચણાનું વાવેતર 9489 હેક્ટર જમીનમાં વાવેતર કરેલું છે. તેમાં બિન પિયત ચણાનું 4304 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. રાઈનું વાવેતર 110 હેક્ટરમાં વાવેતર કરેલું છે. જીરાનું વાવેતર 1945 હેક્ટર જમીનમાં કરેલું છે. ડુંગળીનું વાવેતર 524 હેક્ટરમાં, લસણનું વાવેતર 475 હેક્ટર જમીનમાં ,ધાણાનું વાવેતર 1768 હેક્ટર જમીનમાં ,શાકભાજીનું વાવેતર 1158 હેક્ટર જમીનમાં, સુવાનું વાવેતર માત્ર 20 હેક્ટર જમીનમાં થયું છે. જ્યારે ઘાસચારો 1852 હેક્ટર જમીનમાં વાવેલો છે.
જામનગર જિલ્લામાં 53,625 હેકટરમાં ખેડૂતોએ કર્યુ શિયાળુ પાકનું વાવેતર કયાં તાલુકાઓમાં થયું ડુંગળીનું વાવેતર?
જામનગર જિલ્લામાં સુવાનું વાવેતર માત્ર જોડિયા તાલુકામાં 20 હેક્ટર જમીનમાં થયેલું છે. ધ્રોલ તાલુકામાં રાઈનું વાવેતર 110 હેક્ટર જમીનમાં કરેલું છે. ડુંગળીનું વાવેતર ચાર તાલુકાઓમાં ખેડૂતોએ કરેલું છે. ડુંગળીનું સોથી વધુ વાવેતર કાલાવડ તાલુકામાં 446 હેક્ટર જમીનમાં કરેલુ છે. જ્યારે જામજોધપુર તાલુકામાં માત્ર 11 હેક્ટર જમીનમાં તેમજ જામનગર તાલુકામાં 29 હેક્ટર જમીનમાં અને ધ્રોલમાં 38 હેકટર જમીનમાં વાવેતર કરેલું છે. ધાણાનું વાવેતર જામજોધપુર 1105 હેક્ટર જમીનમાં, કાલાવડ તાલુકામાં 264 હેક્ટર જમીનમાં, લાલપુર તાલુકામાં 388 હેક્ટર જમીનમાં,જામનગર તાલુકામાં માત્ર 11 હેક્ટર જમીનમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે. જામનગર જિલ્લામાં સારા વરસાદને લીધે રવિપાકમાં ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાઓ સાથે અનેક પાકોનું વાવેતર કર્યું છે.