ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં અલ્પેશ કથિરીયાને જેલમાંથી મુક્ત કરવા માટે પાસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - alpesh kathiriya

જામગનર: પાટીદાર નેતા કન્વીનર અલ્પેશ કથિરીયાને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટમાં પાસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

ફાઈલ ફોટો
author img

By

Published : May 4, 2019, 7:13 AM IST

જામનગરમાં શુક્રવારે પાસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શુક્રવારે સવારે પાસના કન્વીનરો તેમજ પાસ ના સભ્યો દ્વારા જિલ્લા કલેકટર રવિશંકરને આવેદનપત્ર આપી અલ્પેશ કથીરિયા અને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, પાસ દ્વારા અનામત આંદોલન પણ પરત ખેંચી લેવામાં આવ્યું છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં પાટીદારોએ અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરવા માટે માંગ કરી રહ્યા છે. જામનગરમાં પણ પાસ દ્વારા અલ્પેશ કથિરીયા ને જેલમુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, પાસ કન્વીનર અને રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details