ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી ખાતે થઈ રવાના

કોરોનાના વધતા કહેરને કારણે દર્દીઓ માટે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. ત્યારે, જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી દ્વારા દરરોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ તબક્કે, રિલાયન્સએ 5 ઓક્સિજન ટેન્કર મારફત કુલ 103.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી માટે માલગાડી મારફત રવાના કરાયો હતો.

જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી ખાતે થઈ રવાના
જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી ખાતે થઈ રવાના

By

Published : May 5, 2021, 7:41 PM IST

  • રિલાયન્સ દ્વારા 4થી ઓક્સિજન ટ્રેન રવાના કરાઈ
  • દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરની માલગાડી મોકલાઈ
  • રિલાયન્સ દ્વારા રોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન

જામનગર:કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે આજરોજ બુધવારે હાપાથી દિલ્હી કેન્ટ ઓક્સિજન ટેન્કર મોકલવામાં આવ્યા હતાં. જામનગર રિલાયન્સ રિફાઇનરી દ્વારા 5 ઓક્સિજન ટેન્કર મારફત કુલ 103.64 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી માટે માલગાડી મારફત રવાના કરાયો હતો.

જામનગરના હાપા રેલવે સ્ટેશનથી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી ખાતે થઈ રવાના

આ પણ વાંચો:Reliance Industries: એક જ સ્થળેથી સૌથી વધુ ઓક્સિજન ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક કંપની બની

ઓક્સિજન ટેન્કરની માલગાડી રવાના કરાઇ

આ ટ્રેન 1230 કિમીનું અંતર કાપી દિલ્હી પહોંચશે. ભારતીય રેલવે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા ઓક્સિજન પહોંચાડવાની કાર્યવાહી કરી રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા હાપાથી આજે બુધવારે સવારે 4.40 વાગ્યે દિલ્હી માટે ઓક્સિજન ટેન્કરની માલગાડી રવાના કરાઇ હતી. આ ઓક્સિજનની સપ્લાય દિલ્હી અને આસપાસની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ રેલવે દ્વારા હાપાથી 4થી ઓક્સિજન ટ્રેન રવાના કરાઇ હતી.

આ પણ વાંચો:જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કપરા કાળમાં બજાવી રહી છે ફરજ

કોરોના કાળમાં દેશમાં ઓક્સિજનની અછત ઉભી થઇ રહી છે. ત્યારે, જામનગર સ્થિત રિલાયન્સમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સમાં રોજ 700 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details