ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, કર્મચારીઓની રજા રદ - જામનગર વરસાદ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જામનગર
જામનગર

By

Published : Aug 22, 2020, 2:58 PM IST

જામનગર: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અનુસંધાને જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી શનિ-રવિમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. સાથે જ જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કર્મચારીઓની રજા રદ
જામનગરમાં NDRFની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 147 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આમ જામનગર જિલ્લામાં ભારે વરસાદ થયો હોવાના કારણે અતિવૃષ્ટિનું સંકટ જણાઈ રહ્યું છે.જો કે આગામી શનિવાર-રવિવારમાં જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા તમામ કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે અને ભારે વરસાદના પગલે તમામને એલર્ટ રહેવાની સૂચના અપાઇ છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details