જામનગરઃ સરકાર દ્વારા 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે મજુરી કામ કરી રોજનું કરી રોજનું ખાનારા લોકો માટે કપરો સમય છે. જે લોકો ખરેખર જરૂરિયાતમંદ છે તેમની માટે જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા તેના વોર્ડમાં આવેલી ઘાંચી ખડકી વિસ્તારમાં લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગરમાં વિરોધપક્ષ દ્વારા જરુરિયાતમંદોને મદદ પંહોચાડાઈ
જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટનું વિતરણ.
જામનગરમાં વિરોધપક્ષ દ્વારા જરુરિયાતમંદોને મદદ પંહોચાડાઈ
આ સેવાકીય પ્રવૃત્તિને જોઇને લોકોના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. વધુમાં અલ્તાફભાઇ ખફીએ જણાવ્યું હતું કે હું નેતા નથી તમારા સુખ-દુખનો સાથી છું. હમેશા આપાના સુખ-દુખના પ્રસંગે હું ખડેપગે સેવા આપતો રહીશ. આ કાર્યમાં કોર્પોરેટર જેનમ બેન ખફી, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, પૂર્વ કાયદા પ્રધાન એમ.કે.બ્લોચ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.