જામનગર જિલ્લામાં પ્રથમ નંબર લાવનાર મણિયારો રાસ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જ્યા દર વર્ષે ચારણ સમાજ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.અહીં યુવકો મણિયારો રાસ તથા યુવતીઓ ત્રિશૂલ રાસ રમે છે
સોનલધામમાં યોજાઈ નવરાત્રિ, મણિયારો રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર - ચારણ સમાજ
જામનગર: જિલ્લામાં 49 રોડ પર દિગ્વિજય પ્લોટમાં સોનલ મંદિર ખાતે ચારણ સમાજ દ્વારા ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા રાસ ગરબા આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો.
સોનલધામમાં યોજાઈ નવરાત્રિ, મણિયારો રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ચારણ સમાજના યુવકો દુહા ચંદ પર મણિયારો રાસ વર્ષોથી રમે છે. અર્વાચિન પરંપરાઓ હવે ઓછી જોવા મળે છે, તેવા સમયે આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.