ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં આજે નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ પ્રસંગે એસફોર્સના જવાનોએ પરેડ યોજી હતી અને એરફોર્સના સાધનોની પણ પરેડ કરવામાં આવી હતી. ખાસ કરીને જે વાહનોની કંડિશન ખરાબ છે તેને રીપેરીંગ કરવામાં આવે જેથી હવાનું પ્રદુષણ પણ અટકાવી શકાય.
જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી
જામનગર: જિલ્લાના એરફોર્સ સ્ટેશનમાં સોમવારે નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ માટે road safety વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે એરફોર્સ સ્ટેશનમાં આઠ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.
જામનગર એરફોર્સ સ્ટેશનમાં નેશનલ રોડ સેફટી વિકની ઉજવણી
વધુમાં એર વિંગ કમાન્ડર એમ. કે. દેશમુખે જણાવ્યું કે, ભારતમાં રોડ અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે લોકોએ શિસ્ત કેળવવી જોઈએ અને સાવધાની પૂર્વક વાહનો રસ્તા પરથી પસાર કરવા જોઈએ.