આમરણ પંથકમાં સાંસદ પૂનમ માડમને આવકારવા મોટી સંખ્યામાં ઉપસ્થિત પંથકના સૌ આગેવાનો, વડીલો, ભાઇઓ, બહેનો, ભાજપના સૌ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સૌ એ ગામડાની ગરીમા એવા ગાડા પૂનમ માડમ માટે સુશોભિત કર્યા હતા. પૂનમ માડમે પ્રચાર વખતેની જેમ જ વિજ્ય સભા પહેલા ખેતીપ્રધાન રાષ્ટ્રના પ્રતિક ગાડામાં સવારી કરી હતી. ત્યારે સાથે સાથે ઢોલ, નગારા, ત્રાસા સાથે ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આમરણમાં સાંસદ પુનમ માડમનું કરાયું સ્વાગત, ગામડાની ગરીમા સમા ગાડામાં કરી સવારી - gujaratinews
જામનગર: શહેર સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા આમરણ ખાતે સાંસદ પુનમ માડમનું સન્માન કરવામાં આવ્યું હતું. સતત બીજી વખત પ્રચંડ જનમતથી વિજેતા થયેલા જામનગરના સાંસદ પુનમ માડમે મતદારોનો આભાર વ્યક્ત કરવા આમરણ ચોવીસી પંથકનો પ્રવાસ કર્યો હતો. સાથે જ સન્માન સભામાં ઉપસ્થિત રહીને નોંધપાત્ર સહયોગ, સમર્થન, વિશ્વાસ અને આશિર્વાદ આપવા બદલ સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પક્ષના સંગઠનની અથાગ જહેમતને મહત્વપુર્ણ ગણાવી હતી અને નાગરિકોએ જે જવાબદારી સોંપી છે તે સાર્થક કરવાની ખાત્રી આપી હતી.
Jamnagar
આ તકે રાજેશ કાસુન્દ્રા, કેશુભાઈ કાસુન્દ્રા, હસમુખભાઈ ગાંભવા, ઇકબાલભાઇ બુખારી, દાદામીયા બુખારી, જેન્તીભાઈ અઘેરા તેમજ રઘાભાઇ પરમાર સહિત પંથકના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
આ તકે સાંસદ પૂનમ માડમે આમરણ ખાતે આયોજીત સભામાં નાગરિકો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા થયેલા અભિવાદનનો સાદર સ્વિકાર કર્યો હતો અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ મનનીય, ચિંતનશીલ અને આભાર વ્યક્ત કરતું સંબોધન કર્યું હતું.