જામનગરમાં ડૂબતા બાળકને બચાવવા શ્રમિક માતાએ લગાવી મોતની છલાંગ - latest jamnagar news
જામનગર: જામનગર-કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામે માસૂમ બાળક લપસીને કૂવામાં પડતા બાળકને બચાવવા માતાએ પણ છલાંગ લગાવી હતી. જો કે, કમનસીબે ત્રણ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માતાને ગ્રામજનોએ બચાવી લેતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં ડૂબતા બાળકને બચાવવા શ્રમિક માતાએ લગાવી મોતની છલાંગ
જામનગરના સુવરડા ગામે રસીલાબેન બાલેશભાઈ છૈંયા નામની પરિણીતા વાડીએ કામ કરી રહી હતી. ત્યારે તેનો ત્રણ વર્ષનો પુત્ર શિવમ લપસીને 115 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા માતા રસીલાબેને તરત જ કૂવામાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વાડીએ કામ કરતાં શ્રમિકો અને અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતાં અને રસીલાબેનને કૂવામાંથી બહાર કાઢ્યા હતાં.
TAGGED:
latest jamnagar news