ગુજરાત

gujarat

ETV Bharat / state

એક મેઈલ; ફ્લાઈટમાં બૉમ્બ, 244 લોકોના જીવ તાળવે ચોટ્યાં...

મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ઈન્ટરનેશલ ફ્લાઈટમાં (Moscow Goa charterted flight) બોંબ હોવાની આશંકાને પગલે જામનગરના એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing At Jamnagar Airport) કરવામાં આવ્યું હતું. જોકે પ્રાથમિક ચકાસણી પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ પદાર્થ કે બોંબ મળી (Bomb threat Nothing suspicious found) આવ્યો નથી. ગોવા એટીસીને બોંબ અંગેનો એક ઈ-મેઈલ મળ્યો હતો. ઈ મેઈલને લઈને આગામી સમયમાં વધુ તપાસ હાથ ધરાશે.

ફ્લાઇટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ કે બૉમ્બ મળ્યો નથી
ફ્લાઇટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ કે બૉમ્બ મળ્યો નથી

By

Published : Jan 10, 2023, 8:24 PM IST

ફ્લાઇટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ કે બૉમ્બ મળ્યો નથી

જામનગર:જામનગરના એરપોર્ટ પર મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ઈન્ટરનેશલ ફ્લાઈટનું (Moscow Goa chartered flight) ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing At Jamnagar Airport) કરવામાં આવ્યું હતું. જોકે પ્રાથમિક ચકાસણી પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ પદાર્થ કે બોંબ (Bomb threat Nothing suspicious found) મળી આવ્યો નથી.

બોંબ હોવાની આશંકાને પગલે ફ્લાઈટનું લેન્ડિંગ:જામનગરના એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર ફ્લાઇટ આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે જામનગરથી ગોવા માટે રવાના થશે. બોંબ હોવાની આશંકાને પગલે જામનગરમાંથી પોલીસ વડા (Jamnagar SP) સહિત બોંબ સ્ક્વોડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો. જામનગર એરપોર્ટને તમામ બાજુએથી કોર્ડન કરી દેવામાં (Flight from Moscow to goa) આવ્યું હતું. આ ફ્લાઈટ રશિયાના મોસ્કોથી ગોવા જઈ રહી હતી. ( Moscow-Goa chartered flight )

આ પણ વાંચો:કેબિનેટ બેઠકમાં બજેટના બાકી પ્રોજેકટ, G20 તૈયારીઓની સમીક્ષા થશે

ફ્લાઇટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ કે બૉમ્બ મળ્યો નથી: છજામનગરના એરપોર્ટ પર ઈન્ટરનેશલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing At Jamnagar Airport) કરવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટ ઉપર 108 એમ્બ્યુલન્સ (International flight landing At Jamnagar Airport ) પણ તૈનાત રાખવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાનો કાફલો પણ એરપોર્ટ પહોંચી ગયો હતો અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. વિમાનમાં કુલ 244 પ્રવાસીઓ હતા. બૉમ્બ સ્કવોર્ડ દ્વારા તપાસ કરતા ફ્લાઇટમાંથી કોઈ શંકાસ્પદ પદાર્થ કે બૉમ્બ મળ્યો નથી. જેનાં કારણે સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

બોમ્બ હોવાનો મેઈલ મળતાં તંત્ર હરકતમાં:ગોવાથી મોસ્કો જઈ રહેલ ફ્લાઇટમાં બોમ્બ હોવાનો અજાણ્યા શખ્સે મેઇલ કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ મેઈલ કોણે કર્યો તે તપાસનો વિષય છે. એરપોર્ટ ઓથોરિટી તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ તપાસ તેજ કરવામાં આવી છે. ફ્લાઈટમાં બૉમ્બ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવશે.

આ પણ વાંચો:સીએમ સુધી ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર, સીસ્ટમ જૂઓ

ફ્લાઇટમાં કુલ 244 લોકો સવાર હતા:મોસ્કોમાં વિન્ટરની સીઝન ચાલતી હોય જેના કારણે મોસ્કોના મોટાભાગના લોકો વિદેશમાં પ્રવાસીએ જતા હોય છે ત્યારે એક ટુરિસ્ટ ટીમ ગોવામાં પ્રવાસે આવી હતી. ગોવાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ ટીમ ફરીથી પોતાના દેશમાં જઈ રહી હતી. ફ્લાઇટમાં કુલ 244 લોકો સવાર હતા. ગોવાથી ઉપડેલ ફ્લાઇટમાં બોમબ હોવાનો મેઇલ મળતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details