- એપના માધ્યમથી બ્રાસ ઉદ્યોગ ભરશે હરણફાળ
- જામનગરને બ્રાસસીટી તરીકે ઓળખવામાં આવે છે
- અહીં 6000 જેટલા બ્રાસપાર્ટના કારખાનાઓ આવેલા છે
જામનગરઃ સાંસદ પૂનમ માડમના હસ્તે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી બ્રાસપાર્ટના ધંધાર્થીઓ દેશ-વિદેશમાં પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે. ખાસ કરીને બ્રાસપાર્ટ ઉદ્યોગની સીધી ટકર ચીન સાથે છે. કારણ કે, ચીન પણ હવે બ્રાસપાર્ટના વિવિધ વસ્તુઓ બનાવી અનેક દેશમાં વેચાણ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ7 જૂને આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે, કરદાતાઓના કામકાજ થશે સરળ
જામનગરના વેપારીઓ બ્રાસપાર્ટમાં અનેક પ્રોડકટ બનાવે છે
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લખાભાઈ કેશવાલાએ જણાવ્યું કે, જામનગરના વેપારીઓ બ્રાસપાર્ટમાં અનેક પ્રોડકટ બનાવે છે, પણ તેનું યોગ્ય માર્કેટિંગ ન થતા વિદેશમાં વેચાણ કરવું અઘરું બની જાય છે.