જામનગરઃ ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં ખરીફ પાકોની વાવણી મોડી થયેલ હોવાથી ખરીફ પાકો જેવા કે કપાસ તથા મગફળીને પાણી આપવાની જરૂર ઉભી થયેલ છે. ખેડુતો પોતાના કુવા, બોર, તળાવ, ચેકડેમના પાણીનો ઉપયોગ પિયત માટે કરી રહ્યા છે.
ધારાસભ્ય રાઘવજી પટેલની ઉર્જાપ્રધાનને રજૂઆત, ખેડૂતોને 4 કલાક વધુ વિજ પુરવઠો આપવામાં આવે - કપાસ તથા મગફળીના પાક
ધારાસભ્ય રાઘવજી પટેલે ઉર્જા પ્રધાન સૌરભ પટેલને જામનગર જિલ્લાના ખેડૂતોને કપાસ તથા મગફળીના પાકને પિયત કરવા માટે 12 કલાક વિજ પુરવઠો મળી રહે તે માટે ૨જૂઆત કરી છે.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની ઉર્જાપ્રધાનને રજૂઆત, ખેડુતોને 4 કલાક વધુ વિજ પુરવઠો આપો
સારા ચોમાસાના કારણે પાણીનો પુરતો જથ્થો ઉપલ્બધ છે, ત્યારે ખેડુતોને 8 કલાકને બદલે 12 કલાક જેટલો વિજ પુરવઠો આપવામાં આવે તો ખુબ જ ઉપયોગી થાય તેમ છે. રાજયમાં ઉર્જા છેત્રે ખુબ સારી પરિસ્થિતિ છે. જેથી ખેડુતોને 4 કલાક વધુ વિજ પુરવઠો આપવામાં આવે તો ખરીફ પાકોને પિયત માટે ઉપયોગી થાય તેમ છે. જેને લઈને ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલને ખેડુતોને 4 કલાક વધુ વિજ પુરવઠો આપવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલએ રજૂઆત કરી છે.