ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો - હકુભા જાડેજા

રાજ્યમાં ખેડૂતોને સવારે પણ વીજળી મળી રહે અને ખેડૂતોના રાતના ઊજાગરા બંધ થાય તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. હવે બીજા જિલ્લાઓની જેમ આજે જામનગરમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આજે લાલપુર તાલુકામાં જશાપર ગામમાંથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જેના કારણે 18 ગામના ખેડૂતોને હવે સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી પણ વીજ પૂરવઠો મળી રહેશે.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો પ્રારંભ
રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો પ્રારંભ

By

Published : Jan 12, 2021, 6:52 PM IST

  • જામનગરના લાલપુર તાલુકામાં જશાપર ગામમાં કિસાન સુર્યોદય યોજનાનો પ્રારંભ
  • રાજ્ય સરકારના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ યોજનાનો કરાવ્યો પ્રારંભ, 18 ગામને મળશે લાભ
  • 18 ગામના ખેડૂતોને હવે સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી મળશે વીજ પૂરવઠો

જામનગર: ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં “કિસાન સૂર્યોદય યોજના” શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જશાપર ગામમાંથી આજે અન્ન અને નાગરિક પૂરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો પ્રારંભ

પ્રથબ તબક્કે 1 હજારથી વધુ અને બીજા તબક્કામાં 2 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવાશે

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે હંમેશા મોખરે રહ્યું છે. અનેક યોજનાઓ થકી ગુજરાતે વિકાસનો ચીલો ચાતર્યો છે ત્યારે હવે કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી આપવાની પહેલમાં પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનામાં પ્રથમ તબક્કામાં 1 હજારથી વધુ અને બીજા તબક્કામાં 2 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈ આગામી ત્રણ વર્ષ સુધીમાં સમગ્ર ગુજરાતના દરેક ગામડાના ખેડૂતને દિવસે વીજળી આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત્ છે.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો પ્રારંભ
લાલપુર પથકના ખેડૂતો માટે ઉપયોગી થશે કિસાન સૂર્યોદય યોજના

રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોની દરેક મુશ્કેલીના સમયે સાથ આપ્યો છે. કમોસમી વરસાદ સમયે સહાય હોય કે કેન્દ્ર દ્વારા દરેક ખેડૂતના હિતની ચિંતા કરી તેના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય. સરકાર હંમેશા ખેડૂતોની પડખે ટેકો બની ઊભી રહી છે. અગાઉની સરકારમાં કેન્દ્રમાંથી આપવામાં આવતી ગ્રાન્ટ ગ્રામ વિસ્તાર સુધી પૂરતી પહોંચતી પણ ન હતી. જ્યારે આજે ગ્રામ્ય વિસ્તાર માટે વસ્તી અનુસાર ગ્રાન્ટ ફાળવી દરેક વ્યક્તિને તેનો લાભ મળે તેની ચિંતા આ સરકાર કરી રહી છે.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો પ્રારંભ
ખેડૂત અરજી કરે તેના ગણતરીના દિવસોમાં જ વીજળી મળતી થઈ જાય છે

રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આજે ખેડૂતોના ખાતામાં સીધી સહાય પહોંચે છે તો ટેકાના ભાવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પાકની ખરીદી કરી ખેડૂતોના હિત માટે કામગીરી કરાઈ રહી છે. અગાઉના સમયમાં ખેડૂતોને વીજ જોડાણ માટે પણ અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે આજે ખેડૂત વીજ જોડાણની અરજી આપે તો ગણતરીના દિવસોમાં જ તેને વીજળી મળતી થઈ છે. આ માટે રાજ્ય સરકાર પ્રતિ ખેત વીજ કનેકશન દીઠ રૂ. 1 લાખનો ખર્ચ પોતે ભોગવે છે અને ખેડૂતને સબસીડી આપી તેનો ટેકો બની છે.

લાલપુર તાલુકાના 18 ગામના ખેડૂતોને યોજનાનો લાભ મળશે

આ તકે પૂર્વ પ્રધાન ચીમન સાપરિયાએ જણાવ્યું હતું કે, 1995માં ગુજરાત 7600 વોલ્ટ વીજળી ઉત્પન્ન કરતું હતું. અને આજે ગુજરાત 22 હજાર મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓની પીડાને ધ્યાને લઈ જ્યોતિગ્રામ યોજનાને અમલ કરી હતી. આજે 24 કલાક ગ્રામ વિસ્તારોમાં વીજળી મળી રહે છે. આમ જ, આજથી લાલપુર તાલુકાના 18 ગામના ખેડૂતોને દિવસે વીજળી મળશે અને આગામી બેથી ત્રણ વર્ષમાં ગુજરાતના સમગ્ર ગામડાઓને 3500 કરોડના ખર્ચે આ યોજના હેઠળ આવરી લઈ ખેતરે-ખેતરે દિવસે વિજળી પહોંચાડવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જશાપર ગામથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો

સવારે વીજળી મળતા ખેડૂતોને અગવડોમાંથી મુક્તિ મળશે

ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજનાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકાશ ફેલાવી ગ્રામજનો માટે સુવિધાનું નિર્માણ કર્યું ત્યારે હવે ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે પિયત કરવા જવાની અગવડોમાંથી રાહત મળશે. રાત્રિ દરમિયાન જંગલી પશુઓના ત્રાસ, સાપ કરડવા જેવી ઘટનાઓથી ખેડૂતો અગાઉ પારાવાર મુશ્કેલીઓ ભોગવતા હતા. કિસાન સૂર્યોદય યોજનાથી આ દરેક અગવડતાનો અંત આવશે. આજે વિજળીમાં સરપ્લસ ઉત્પાદન કરતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. સરકારે સૂર્યઉર્જા, પવનઉર્જા સ્ત્રોતોથી લોકોના ઘરઆંગણે વિજળી ઉત્પન્ન કરી વિકાસ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details