ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા પ્રધાન હકુભાએ આપી પ્રતિક્રિયા... - કોરોના

દેશમાં અને દૂનિયામાં કોરોના વાઇરસના કેસમાં લગાતાર વધારો થઇ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના જિલ્લાઓને ઝોન વાઇસ ગોઠવવામાં આવ્યા છે, જેમાં જામનગર જિલ્લો ઓરેન્જ ઝોનમાં આવે છે. એક સાથે ત્રણ કેસ આવતા જિલ્લા તંત્ર દ્વારા કોરોનાનો પગપેસારો જિલ્લામાં રોકવા માટે ખુદ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા મેદાને ઉતર્યા છે.

જામનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા પ્રધાન હકુભાએ આપી પ્રતિક્રિયા...
જામનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા પ્રધાન હકુભાએ આપી પ્રતિક્રિયા...

By

Published : May 4, 2020, 5:45 PM IST

જામનગરઃ શહેરમાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ કેસ આવવા બાબતે પૂછપરછ અને ચર્ચા ચાલી રહી છે. જે મુળ જામનગરના હતા પણ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ રહેતા હતા, તેવા પાંચ લોકો રવિવારે સવારે અમદાવાદથી જામનગર આવતા હતા તે દરમ્યાન ધ્રોલ પાસેથી જ તેમની અટક કરી સમરસ હોસ્ટેલ ખાતે ખસેડેલા હતા. ત્યાંથી જ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ બહેનોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

જામનગરમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા પ્રધાન હકુભાએ આપી પ્રતિક્રિયા...

આ પોઝિટિવ આવેલા બહેનો ઘણા સમયથી અમદાવાદ હોવાથી તેઓને અમદાવાદમાં ચેપ લાગ્યો છે અને જામનગરમાં તેઓએ પ્રવેશ કર્યો જ નથી. તેઓનો જામનગરમાં આ બહેનોથી કોઈને ચેપ લાગવાનો શક્યતા નથી. જામનગરના પ્રજાજનોને આ પરીસ્થિતિમાં ધૈર્ય રાખવા, અફવાઓથી દુર રહેવા અને આ રોગને ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા જે માર્ગદર્શન મળે છે, તેનું ચુસ્તતાથી પાલન કરવા પ્રધાન હકુભા જાડેજાએ નમ્ર અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details