ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ - 39 સેન્ટર પર 7,170 લોકોનું થયું રસીકરણ

જામનગર શહેરમાં મુખ્યપ્રધાનના આદેશ બાદ સોમવારથી જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા કોરોના વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના પગલે જામનગર શહેરમાં કુલ 39 આરોગ્ય કેન્દ્ર પર રેકોર્ડબ્રેક 7 હજારથી પણ વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

મેગા કોરોના વેક્સિન ઝુંબેશ
મેગા કોરોના વેક્સિન ઝુંબેશ

By

Published : May 24, 2021, 5:40 PM IST

  • જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ
  • 39 સેન્ટર પર 7,170 લોકોએ લીધી કોરોના વેક્સિન
  • જામનગરના શહેરીજનોમાં કોરોના વેક્સિન લેવા અંગે જોવા મળ્યો ઉત્સાહ

જામનગર : કોરોના મહામારીને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે કોરોના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. જેના પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ મુજબ સોમવારના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જામનગર શહેરના વિવિધ 30 જેટલા આરોગ્ય કેન્દ્ર પર 18 વર્ષથી 44 વર્ષની વયના લોકોને એક-એક આરોગ્ય કેન્દ્ર પણ 200 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.

39 સેન્ટર પર 7,170 લોકોનું થયું રસીકરણ

આ પણ વાંચો -18થી 44 વય જૂથમાં કોરોના રસીકરણની કામગીરીમાં રોજના 30 હજાર બદલે 24 મે થી 1 લાખ ડોઝ અપાશે

7 હજારથી વધુ લાભાર્થીઓને અપાઇ કોરોના વેક્સિન

45 વર્ષથી વધુ વયના લોકોને એક-એક આરોગ્ય કેન્દ્ર પર 130 જેટલા લાભાર્થીઓને કુલ 9 આરોગ્ય કેન્દ્ર પર પ્રતિરોધક રસી આપવામાં આવી રહી છે, એકંદરે સોમવારે જામનગરમાં કુલ 39 આરોગ્ય કેન્દ્ર પર 7 હજારથી પણ વધુ લાભાર્થીઓને કોરોના વેક્સિન આપીને કોરોના રસીકરણ અભિયાનને જામનગર મહાનગરપાલિકા દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ સાથે યુવાનો અને શહેરીજનો પણ ખુબ જ ઉત્સાહ સાથે તથા સરળતાથી કોરોના વેક્સિનેશન કેન્દ્રો પર કોરોના પ્રતિરોધક રસી લેવા માટે આવી રહ્યા છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details