ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની જી જી હોસ્પિટલ બહાર ફરી એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો

જામનગર પથકમાં સતત કોરોનાના કેસ વધતા છેલ્લા 10 દિવસથી રોજ 700 પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. જેના કારણે, જામનગરની કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ હાઉસફુલ થતા હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

જામનગરની જી જી હોસ્પિટલ બહાર ફરી એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો
જામનગરની જી જી હોસ્પિટલ બહાર ફરી એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો

By

Published : May 6, 2021, 8:16 PM IST

  • શહેરમાં ફરી હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો
  • અન્ય જિલ્લાના કોરોનાના દર્દીઓ પણ જામનગરની સરકારી હોસ્પિટલમાં
  • રોજ 700 જેટલા કોરોનાના દર્દીઓની OPD કરવામાં આવે છે

જામનગર:શહેરમાં રિલાયન્સની કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ હોવા છતાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓનો સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, હજુ પણ અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે.

જામનગરની જી જી હોસ્પિટલ બહાર ફરી એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો

આ પણ વાંચો:રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો લાવવામાં આવ્યો

અન્ય જિલ્લાના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે જામનગર

જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મૃત્યુમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, રોજ 700 જેટલા કોરોનાના દર્દીઓની OPD કરવામાં આવે છે. આ સાથે, 250થી વધુ નવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

જામનગરની જી જી હોસ્પિટલ બહાર ફરી એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો

આ પણ વાંચો:શું જામનગરની જી. જી. હોસ્પિટલમાં 5 દિવસ સુધી કોઈ દર્દીને દાખલ નહીં કરી શકાય

ABOUT THE AUTHOR

...view details