ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં “કુંવરબાઈનું મામેરું” યોજના અંતર્ગત 353 દીકરીઓને 28 લાખથી સહાય ચૂકવાઈ - “કુંવરબાઈનું મામેરું”

જામનગર: દિકરીના લગ્નએ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે. પરંતુ એ જ સાથે દિકરીને મામેરુ આપવાની, કરિયાવર આપવાની પણ તેને ચિંતા રહે છે. રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા માતા-પિતાઓને ચિંતામુક્ત બનાવીને દીકરીઓના લગ્નના કરિયાવરની ચિંતા કરીને‘કુંવરબાઈનું મામેરું’ યોજના અમલી બનાવવામાં આવી છે. જેનાથી રાજ્ય સરકાર આ યોજના અંતર્ગતલાભાર્થી દિકરીઓના બેંક ખાતામાં સહાયની રકમ સીધી ચુકવવામાં આવે છે.

Kunwarbai Mamaru scheme

By

Published : Jul 25, 2019, 8:16 PM IST

આ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની દીકરીઓને ખુબ સંતોષકારક રીતે લાભ મળ્યો છે. જામનગર જિલ્લામાં આર્થિક,સામાજિક, શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિની કુલ 353 દીકરીઓને મામેરા પેટે અંદાજિત 28 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિની કુલ 280 અને અન્ય પછાત વર્ગની કુલ 73 કન્યાઓએ આ લાભ મેળવ્યો છે.

આ યોજનાથી લાભાર્થી નિશિતાબેન રાજન કહે છે કે, રાજ્ય સરકારની આ યોજનાથી મારા પિતાની ચિંતા દુર થઈ હતી. જેથી તેઓ ખુશીથી મારા લગ્ન કરાવી શક્યા છે. આ અંગે મયુરીબેન હિરજીભાઈએ પણ સરકારની આ યોજનાને દીકરીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. માતા-પિતાની ચિંતાને સમજી દીકરીઓના પ્રસંગે માતા-પિતાનો ટેકો બનતી આ યોજના સંવેદનશીલ રાજય સરકારનો લોકપ્રતિ સંવેદનશિલતાનો ભાવ પ્રદર્શિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details