ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં હોલિકામાં કોરોના વાયરસ સામે લડવા કપૂરનો કરાયો ઉપયોગ. જાણો કેમ... - Subhas Chowk Market area

જામનગર શહેરમાં હોળીના પર્વ નિમિત્તે શહેરના સુભાષ ચોક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈ જ્ઞાતિ સમસ્ત સમાજ દ્વારા છેલ્લા 64 વર્ષથી ભવ્ય ગુજરાત કક્ષાનું સૌથી ઉત્તમ હોલિકા દહન મનાવવામાં આવે છે. જેની તૈયારીના ભાગરૂપે આ વર્ષે પણ ભોઈ જ્ઞાતિના યુવાનો દ્વારા છેલ્લા એક માસથી અથાક મહેનતથી 30 ફૂટ ઊંચી ઈકોફ્રેન્ડલી હોલિકા માતા બનાવવામાં આવી છે.

jamnagar
જામનગરમાં હોલિકામાં કોરોના વાયરસ સામે લડવા કપૂરનો કરાયો ઉપયોગ...જાણો કેમ...

By

Published : Mar 9, 2020, 3:50 PM IST

Updated : Mar 9, 2020, 4:43 PM IST

જામનગર સહિત દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી હોલિકા સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી હોય છે. તેમાં ખાસ કરીને ઘાસ કંતાન લાકડા જેવી સામગ્રીથી તૈયાર કરી તેને આભૂષણ કપડાથી સજાવીને માં હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવે છે.

જામનગરમાં હોલિકામાં કોરોના વાયરસ સામે લડવા કપૂરનો કરાયો ઉપયોગ. જાણો કેમ...

આ વર્ષે દેશ-વિદેશમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ત્યારે ભોઈ સમાજના યુવકો દ્વારા હોલિકામાં મોટા પ્રમાણમાં કપૂર નાખવામાં આવ્યું છે. જેના કારણે એકઠી થયેલી ભીડને રોગ પ્રતિકારક શક્તિમાં ઉપયોગી બંનશે.

Last Updated : Mar 9, 2020, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details