શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થતા ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના વેશમાં રહેલા નાના ભૂલકાઓને અને વિવિધ સ્ટોલમાં રાખવામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીના દર્શન કર્યા હતાં. શોભાયાત્રામાં ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી સ્વામી પણ તેમાં જોડાયા હતા. રાજ્યના પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શોભાયાત્રાને લીલીઝંડી આપી હતી. અને બાદમાં ધર્મ પ્રેમી ભક્તોને પોતાના હાથે પ્રસાદ વહેંચ્યો હતો.
જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું - જન્માષ્ટમી
જામનગર: જન્માષ્ટમી નિમિતે જામનગરમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા ગેટ પાસે આવેલા ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન થઇ હતી. રાજ્યના પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ શોભાયાત્રાને લીલીઝંડી આપી હતી.
જામનગરમાં શોભાયાત્રાનું આયોજન
જામનગરમાં દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. અને આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ આખરે ખીજડા મંદિર ખાતે સમાપન થાય છે.