ગુજરાત

gujarat

ETV Bharat / state

Janmagar Crime : જી જી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ પાસેથી મૃત શિશુ મળી આવતા ચકચાર, છેવટે મામલો ઉકેલાયો - સીસીટીવી

જામનગરની જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસેથી વહેલી સવારે મૃત શિશુ મળ્યું હતું. બનાવને પગલે હોસ્પિટલ તંત્રની દોડાદોડી વધી ગઇ હતી. પોલીસને જાણ કરવામાં આવતાં સીસીટીવી ચકાસણી સહિતની કામગીરી શરુ કરવામાં આવી હતી.

Janmagar Crime :  જી જી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ પાસેથી મૃત શિશુ મળી આવતા ચકચાર, છેવટે મામલો ઉકેલાયો
Janmagar Crime : જી જી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ પાસેથી મૃત શિશુ મળી આવતા ચકચાર, છેવટે મામલો ઉકેલાયો

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 5:28 PM IST

વહેલી સવારે હોસ્પિટલમાં ચકચાર મચી

જામનગર : જામનગરની જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસેથી આજે વહેલી સવારે મૃત અવસ્થામાં નવજાત શિશુ મળી આવતા અરેરાટી સાથે ચકચાર મચી ગઇ હતી. કોઇ અજાણી મહિલાએ મૃત અવસ્થામાં શિશુને તરછોડી દીધાનું અનુમાન લગાવીને પોલીસ દ્વારા આ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી હતી. જામનગર અને આજુબાજુના વિસ્તારોમાં નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો યથાવત રહ્યાં છે. તાજેતરના બનાવોમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યા હતાં, નિષ્ઠુર જનેતા દ્વારા ફુલ જેવા બાળકને ત્યજી દેવાના એક પછી એક બનાવ સામે આવતા અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

મૃત શિશુ મળ્યું : જામનગરની જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસે એક નવજાત શિશુ પડૂયું હોવાની વિગતો આજે વહેલી સવારે બહાર આવી હતી. આથી પોલીસ ટુકડી દોડી ગઇ હતી. નવજાત શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યુ હતું. આથી કબજામાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, વહેલી સવારના ઘટનામાં નવજાતને મૃત અવસ્થામાં તરછોડી દીધાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓને પણ જાણ કરવામાં આવી હતી.

શંકાસ્પદ હિલચાલ : આ બનાવના પગલે શહેરમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઇ હતી. બીજી બાજુ પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યાં હતાં. વધુમાં મળેલી વિગત મુજબ પરોઢિયે કોઇ અજાણી મહિલા શંકાસ્પદ હિલચાલ કરતી ફૂટેજમાં કેદ થઇ હતી આથી તેની ઓળખ અને આ દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

તપાસમાં મામલો ઉકેલાયો :અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા દોઢ માસના ગાળામાં નવજાત ત્યજી દેવાના 3 થી 4 બનાવ બહાર આવી ચૂકયાં છે અને તેમાં પોલીસને મૂળ સુધી જવામાં સફળતા મળી હતી.આ મામલામાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે જામનગર જિલ્લાના સીગચ ગામે મજૂરી કામ કરતા દાહોદના વતની મધુબહેનને દુખાવો ઉપડતા 108ની મદદથી જી જી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં જ ડિલિવરી થઈ ગઇ હતી. જો કે બાળક મૃત અવસ્થામાંં જનમ્યું હતું. ત્યારે પરિજનો ડોક્ટરના કાગળિયા અને દવા લેવા ગયાં તે દરમિયાન નવજાત શિશુને કોઈ શ્વાન કે મહિલા ત્યાંથી ઉપાડી ગઈ હતી અને કચરા પેટી પાસેથી મળી આવ્યું હતું. જો કે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. Tapi News: સીમમાંથી ત્રણ દિવસનું શિશુ મળી આવ્યું, પોલીસે મા-બાપ શોધવા કરી તપાસ શરૂ
  2. Banaskantha Crime : ડીસાના ચોરા ગામની સીમમાં મળ્યું નવજાત શિશુ, અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ
  3. Banaskantha Crime: નવજાત શિશુ મળી આવતા પોલીસે ગુનો નોધ્યો, તપાસનો ધમધમાટ શરૂ

ABOUT THE AUTHOR

...view details