ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કોંગ્રેસે મુળું કડોરીયાને આપી ટિકિટ

જામનગર: બેઠક પર કોંગ્રેસ માંથી હાર્દિક પટેલે ચુંટણી લડવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હાઈકોર્ટના ચુકાદા બાદ કાયદાકીય ગુંચવણોના કારણે પક્ષે બીજા વિકલ્પની પસંદગી કરવી પડી. કોંગ્રેસમાંથી જામનગરની લોકસભાની બેઠક માટે કુલ 17 જેટલા દાવેદારો થયા. પક્ષે મુળુ કંડોરીયાની પસંદગી કરી છે. કોંગ્રેસે સતાવાર જાહેર કરેલી યાદીમાં જામનગરની લોકસભાની બેઠક માટે કોંગ્રેસ મુળું કંડોરીયાની નામ જાહેરાત કરી છે.

By

Published : Apr 3, 2019, 2:47 AM IST

સ્પોટ ફોટો

આ બેઠક પરથી હાર્દિક પટેલને ટીકીટ આપવાની હતી. પરંતુ હાઈકોર્ટને ના પાડતા તે લડી શક્યા નહીં. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિક્રમ માડમ લોકસભાની ચુંટણી ન લડવાની ઘણા સમય પહેલાં જ જાહેરાત કરી હતી, અંતે પક્ષે નવા વિકલ્પ સ્વરૂપે મુળું કંડોરીયાની પસંદગી કરી છે.

તો જ્ઞાતિના સમીકરણોના કારણે પણ મુળું કંડોરીયાને તક મળી છે. જેમાં ભાજપમાંથી પુનમ માડમ આહીર રીપીટ કર્યા છે. તો સામે આહિર સમાજના આગેવાન મુળું કંડોરીયાને કોંગ્રેસ ચુંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

તો લોકસભાની સાથે જામનગર ગ્રામ્ય બેઠકની પણ પેટા ચુંટણી છે. જયા ભાજપે રાઘવજી પટેલની પંસદગી કરી છે, તો જ્ઞાતિ ના સમીકરણને ધ્યાનમાં લઇ સામે કોઈ પાટીદારને જામનગર ગ્રામ્યની પેટાચુંટણીની ટીકીટ મળે તેવી પ્રબળ શકયતા છે. આમ જામનગરમાં એક પેટાચુંટણીમાં પાટીદારને તક આપી સામે લોકસભા બેઠકમાં આહિર સામે આહિર ઉમેદવારની પસંદગી કરી છે.

મુળું કંડોરીયાએ બીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો. જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સભ્ય, દેવભુમિ દ્વારકા જીલ્લા પંચયાત સભ્ય છે. તેમજ તેમના અન્ય પરીવારના સભ્યો પણ દેવભુમિ દ્વારકા જીલ્લા પંચાયતના સભ્ય છે. અગાઉ દ્રારકા વિધાનસભાની ચુંટણી કોંગ્રેસ પક્ષમાંથી લડયા હતા. પરંતુ ભાજપના પબુભા માણેક સામે હાર્યા હતા. આ વખતે લોકસભામાં ફરી પક્ષે તેમની પસંદગી કરીને તેમને તક આપી છે. મુળુ કંડોરીયાએ આ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો.

ABOUT THE AUTHOR

...view details