જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતી રિદ્ધિ રૂપારેલએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ગુલાબનગરમાં રહેતી નેહા ચાવડા પણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જોડાઈ ગઈ છે. બંને મહિલા ક્રિકેટરો હાલ બાંગ્લાદેશ ખાતે પહોંચી ચૂકી છે. ત્યારે મહિલા ખેલાડીના પરિજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને માતા-પિતા ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે, તેમની દીકરીઓ દેશ વતી ક્રિકેટ રમે.
જામનગરની બે મહિલા ક્રિકેટર બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સામેલ - cricketer
જામનગર: હાલાર એ ક્રિકેટરોની ભૂમિ છે. અહીં સલીમ દુરાનીથી લઈને રવિન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો દેશને આપ્યા છે. મહત્વનું છે કે, બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોનો સમાવેશ થતા પરિજનોમાં તેમજ જામનગરવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે.
રિદ્ધિ રૂપારેલના ફાધર પણ ક્રિકેટ રમ્યા છે. અને પોતાની દીકરીને ક્રિકેટ રમવા માટે હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. મહત્વનું છે કે, રિદ્ધિએ ધોરણ આઠથી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. દેશમાં એક બાજુ બેટી બચાવો બેટી પઢાવો ઉંમર ચાલી રહી છે ત્યારે જામનગરની બે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે.
આમ તો રિદ્ધિ અન્ડર 17 અને અન્ડર 19માં ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. હંમેશાં પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટના મેદાનમાં ગુજરનાર રિદ્ધિ અનોખી સિદ્ધિ મેળવી છે. જે પોતાના માતા-પિતા અને જામનગર તથા દેશ માટે ગૌરવની નિશાની છે. તથા રિદ્ધિ પોતાના રોલ મોડેલ તરીકે હરમીત કોરને માને છે.