ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભૂવો ધૂણ્યો..વિડીયો થયો વાયરલ - Gujarati News

જામનગરઃ જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ભૂવો ધુણવાનો વીડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ભારે કુતુહલ જગાવ્યું છે. આ વિડીયો જામનગર શહેરમાં વિવિધ વોટ્સએપ ગ્રુપમાં હાલ વાયરલ થઇ રહ્યો છે.

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભૂવો ધૂણ્યો..વિડીયો થયો વાયરલ

By

Published : Jun 23, 2019, 2:51 AM IST

જામનગર જિલ્લાનાં સિક્કા પોલીસ સ્ટેશનની ઘટના છે. સિક્કા ગામમાં રહેતા શખ્સે પોલીસ સ્ટેશનમાં ધૂણાવયા ભૂવા હોવાની ઘટના સામે આવતા લોકો વાયરલ વિડીયો જોઈ રહ્યા છે. મહત્વનું છે કે, આ શખ્સ પોલીસ દ્વારા અરજી બાબતે રજૂ થવા બોલાવ્યા સમયની ઘટના છે.જો કે આ શખ્સ પોતે ભૂવો ના હોવા છતાં ધુણવાનો નાટક કરી રહ્યો છે અને સિક્કા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો ભૂવા સાથે વાત કરતા પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટેશન બહાર જ ભૂવાએ પોલીસ સમક્ષ ઘુણવાનું શરૂ કર્યું હતું અને જમીનમાં હાથ પછાડી પોતે ભૂવો હોવાનો ઢોંગ કરતો જોવા મળી રહ્યો હતો.

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભૂવો ધૂણ્યો..વિડીયો થયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details