ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરની DEO કચેરી જ ફાયર સેફટી વિહોણી... વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ!

જામનગરઃ સુરતમાં કલાસીસમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટી વગરના કલાસીસ બંધ કરવા સરકારે આદેશ કર્યા છે ત્યારે શહેરની DEO કચેરીમાં જ ફાયરના સાધનો ઉપલબ્ધ નથી. આ કચેરીમાં ચાલતી સરકારી શાળામાં આવતા બાળકો અને કર્મચારીઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠવા પામ્યા છે. તંત્ર દ્વારા શહેરમાં કલાસીસ સામે ચેકીંગ હાથ ધરવામાં આવી રહયું છે અને પગલા લેવામાં આવી રહયા છે ત્યારે આ કચેરી સામે શું પગલા લેવામાં આવશે તે આવનારા દિવસોમાં જોવાનું રહશે.

જામનગરની DEO કચેરી જ ફાયર સેફટી વિહોણું...વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ

By

Published : May 29, 2019, 9:16 PM IST

જામનગર શહેરના દિપક ટોકીઝ રોડ પર સજુબા સ્કુલમાં DEO કચેરી કાર્યરત છે. પરંતુ ખંભાળિયા ગેઇટ બહાર આવેલા ન્યુ દિગ્વિજયસિંહ ઇંગ્લીશ હાઇસ્કુલનું જૂનું બિલ્ડીંગ તોડી તંત્ર દ્વારા નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું અને DEO કચેરીનું સ્થળાતંર કરાયું હતું.

આ નવા બિલ્ડીંગમાં DEO કચેરી સહિત સરકારી શાળા ધમધમી રહી છે અને નવી બિલ્ડીંગ હોવા છતાં ફાયરના સાધનો વિહોણી આ ઇમારતમાં સવાર થી સાંજ સુધી ધમધમતી હોય છે. પરંતુ ફાયરના સાધનો ઉપલબ્ધ ના હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ બને તો શાળાના બાળકો, કર્મચારીઓ તથા કચેરીમાં આવતા વાલીઓના જીવ જોખમમાં મુકાઇ જાય ત્યારે તંત્ર જાગશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહયા છે.

નવી ઇમારતમાં DEO કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું તેને વર્ષો વિતી ગયા હાેવા છતાં પણ ફાયર સેફટીની અસુવિધા છે ત્યારે ખુદ સરકારી તંત્ર જ નીતિ નિયમેનું ઉલંલ્ધન કરી રહયુ છે તો આ અંગે તંત્ર દ્વારા સરકારી શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહી તે અંગે શહેરની તમામ શાળાઓમાં સર્વે હાથ ધરી સુવિધા પુરૂ પાડવી જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details