ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના અર્જુને A-2 ગ્રેડ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું

જામનગરઃ શહેરમાં રહેતા અર્જુન મુકેશભાઈ મજીઠીયાએ A-2 ગ્રેડ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. અર્જુન જામનગરની બ્રેડ સ્કૂલમાં ધોરણ 12 A ગ્રુપમાં વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સમાં 95, કેમેસ્ટ્રીમાં 91, ગણિતમાં 97 અને ગુજકેટમાં 99.94 pr મેળવ્યા છે. હવે તેની આગળ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની ઇચ્છા દર્શાવી છે.

અર્જુન મુકેશભાઈ મજીઠીયા

By

Published : May 10, 2019, 10:11 AM IST

અર્જુને જણાવ્યું છે કે, પરીક્ષા દરમિયાન તેને શાળાના શિક્ષકો અને માતા-પિતાએ ખૂબ જ સહકાર આપ્યો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી વખતે 7 થી 8 કલાક વાંચન કરતો હતો. જો કે, પરીક્ષા સમયે ટેન્શન વધુ રહેતું, પરંતુ શરૂઆતથી જ વાંચન કર્યું હોવાથી ઘણો ફાયદો મળ્યો હતો. અર્જુનને પહેલેથી જ ટેક્નોલજીમાં રસ હતો અને હવે તે ટેકનોલોજીમાં આગળ અભ્યાસ કરશે અને એન્જિનિયર બનશે.

અર્જુને A-2 ગ્રેડ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું

મહત્વનું છે કે, અર્જુનના ઘરમાં મોટા બહેન ડૉક્ટરીનો અભ્યાસ કરે છે તો ભાઈ દિલ્હી ખાતે અભ્યાસ કરી રહ્યા છે. માતા શીતલ બેન અને પિતા મુકેશભાઈ સતત તેમને પ્રોત્સાહન આપતા હતા. તેનો પહેલેથી જ ગોલ નક્કી કરી લીધો અને બસ વાંચનમાં મન લગાવી જોરદાર મહેનત શરૂ કરી હતી. અને તેનું ફળ આજે તેને મળ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details