ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના યુવકો પર્યાવરણને ધ્યાને રાખી માતાના મઢ જવા સાઇકલ સવારીમાં નીકળ્યા

જામનગરઃ જામનગરમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો પગપાળા કચ્છમાં આવેલા માતા આશાપુરાના મંદિરે નવરાત્રી પર જતા હોય છે, ત્યારે જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારમાંથી 13 જેટલા સાયકલ સવારો માતાના મઢ જવા નીકળ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Sep 25, 2019, 9:21 PM IST

કચ્છમાં આવેલા માતા આશાપુરાના મંદિરે નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જામનગરમાં હિંગળાજ ચોકમાં રહેતા યુવકોએ અનોખો સંદેશ આપવા સાઇકલ સવારી કરી માતાના મઢે પહોંચશે.

જામનગરના યુવકો પર્યાવરણને ધ્યાને રાખી માતાના મઢ જવા સાઇકલ સવારીમાં નીકળ્યા

આજકાલ ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો લોકો કસરત પણ કરતા નથી. જેના કારણે સ્થૂળતાનું પ્રમાણ વધતું જાય છે. સાઇકલ ચલાવવાથી શારીરિક કસરતતો થાય છે સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટે છે.

ચાઇનામાં મોટા ભાગના લોકો સાઈકલનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જામનગરના ગાયબ ગ્રુપ દ્વારા પર્યાવરણનું જતન અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી માતાના મઢે જવા નીકળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details