ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈટીવી ભારત વિશેષ: જામનગરના યુવકે કોરોના પર બનાવી શોર્ટ ફિલ્મ - સ્પેશિયલ સ્ટોરી

કોરોના કાળમાં જામનગરના એક યુવકે કોરોના વાઇરસ મહામારી પર શોર્ટ ફિલ્મ બનાવી છે જેમાં તેણે ચેસની રમત દર્શાવી લોકોએ કોરોનાથી બચવા ઘરમાં રહેવું જોઇએ તેવો સંદેશ આપ્યો હતો.

જામનગરના યુવકે કોરોના પર બનાવી શોર્ટ ફિલ્મ
જામનગરના યુવકે કોરોના પર બનાવી શોર્ટ ફિલ્મ

By

Published : Sep 24, 2020, 8:26 PM IST

જામનગર: કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન કેટલાક લોકો ઘરમાં રહી કંટાળ્યા હતા તો કેટલાકે તક ઝડપી પોતાની પ્રતિભા દર્શાવવા ક્રિએટિવ પ્રવૃત્તિઓ પણ કરી. આવો જ એક યુવાન છે જામનગરનો દિકુંજ વાઘેલા કે જેણે લોકડાઉન દરમિયાન માત્ર 1 મિનિટની અદ્ભૂત શોર્ટ ફિલ્મ બનાવી છે. આ યુવકે તેની શોર્ટ ફિલ્મમાં ચેસની રમત દ્વારા કોરોનાને નાબૂદ કરવાનો સંદેશ આપ્યો છે. આ ફિલ્મ તેણે પોતાના ઘરે જ બનાવી છે તેમજ એડિટ પણ જાતે કરી છે.

જામનગરના યુવકે કોરોના પર બનાવી શોર્ટ ફિલ્મ

જામનગરમાં હાલાર હાઉસ પાછળ પરિવાર સાથે રહેતો દિકુંજ હાલ જામનગરની DKV કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. તે ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી તેમજ એડીટીંગનો નાનપણથી શોખ ધરાવે છે. દિકુંજના પિતા જયેશ વાઘેલાએ પણ તેને આ શોર્ટ ફિલ્મ માટે ઘણું પ્રોત્સાહન આપ્યુ હતું.

જામનગરના યુવકે કોરોના પર બનાવી શોર્ટ ફિલ્મ

પોતાની શોર્ટ ફિલ્મ વડે દિકુંજે કોરોના સંક્રમણથી બચવા જે સંદેશ આપ્યો છે તે ખરેખર સરાહનીય છે.

- જામનગરથી મનસુખ સોલંકીનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details