જામનગરમાં TRB જવાનો દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ જામનગર :રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના 6 હજારથી વધુ ટીઆરબી જવાનોને છુટા કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી કેટલાય પરિવારનોને વિપરીત અસર થઈ છે. જેનાથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ થયું છે. ત્યારે જામનગર TRB જવાનો દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગર ટીઆરબી જવાનોએ નોકરી પરત આપવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
રાજ્ય સરકારનો નિર્ણય : ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા ટ્રાફિક બ્રિગેડના કર્મીઓને છુટા કરવા હુકમ કરવામાં આવ્યો છે. જે અનુસાર જે વ્યક્તિએ 10 વર્ષ નોકરી કરી હોય તેને 30-11-2023, 5 વર્ષ નોકરી કરી હોય તેને 31-12-2023 અને 3 વર્ષ નોકરી કરી હોય તેને 31-3-2024 ના રોજ છુટા કરી દેવાનો આદેશ કર્યો હતો.
ટીઆરબી જવાનોની માંગ :જામનગર ટીઆરબી જવાનો દ્વારા આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ જણાવ્યું હતું કે, અમે નબળા વર્ગના લોકો છીએ, પરિવારમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે, માત્ર 300 રૂપિયામાં ફરજ બજાવીએ છીએ, તહેવારોમાં ફરજ બજાવીએ છીએ માટે યોગ્ય નિવારણ લાવવા માંગણી કરી છે.
જામનગરમાં કેટલા TRB જવાન ? જામનગરમાં TRB જવાનો પોતાની વ્યથા સંભળાવતા ભાવુક થયા હતા. રાજ્યના TRB જવાનોને છુટા કરવાના મામલે જામનગર TRB જવાનોમાં ચિંતાનો માહોલ છે. અચાનક છુટા કરી દેવાના નિર્ણયથી TRB જવાનોના પરિવારજનોમાં પણ ચિંતા છે. જામનગરમાં અનેક TRB જવાનોના પરિવારનું ગુજરાન આ નોકરી પર ચાલે છે. જામનગરમાં 90 જેટલા TRB જવાન ટ્રાફિક શાખામાં ફરજ બજાવી રહ્યા છે.
ઉગ્ર વિરોધ સાથે આંદોલનની ચીમકી : જામનગરમાં આજરોજ મોટી સંખ્યામાં TRB જવાનો એકત્રિત થયા હતા અને સરકારના નિર્યણનો વિરોધ કર્યો હતો. માત્ર એક યુનિફોર્મ અને પગાર વધારાની માંગ સામે સરકારે પગલાં લેતા જવાનો મુશ્કેલીમાં મુકાયો છે. જામનગરમાં TRB જવાનોને છુટા કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ હાથ ધરાશે. ત્યારે અચાનક છુટા કરી દેવાના આદેશથી TRB જવાનોમાં ચિંતાનો માહોલ છે. રાજ્યમાં કુલ 9 હજાર જેટલા TRB જવાન ફરજ બજાવી રહ્યા છે.
- ટીઆરબી જવાનોને છૂટા કરવાનો વિવાદ વધ્યો, અમદાવાદ કલેક્ટર કચેરીએ જઇ વિરોધ દર્શાવ્યો
- એક દીકરીની માતા-વિધવા મહિલાની વ્યથા રાજ્ય સરકાર સમજશે ? રાજ્ય સરકારના નિર્ણયે કેટલાય ટ્રાફિકકર્મીઓના પરિવારનું બીપી વધાર્યું