ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News : માલિક કંટાળીને નગારા સાથે સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમે લઈ ગયા - હાપા ટાટાનો શો રૂમ

જામનગરમાં એક ટ્રાન્સપોર્ટર સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમમાં લઈ ગયા હતા. અવારનવાર ટ્રકને રીપેરીંગ કરાવ્યા છતાં ટ્રકમાંથી ખામી દુર ન થતાં માલિક અને ડ્રાઈવર હેરાન પરેશાન થતાં હતા. ત્યારે ટ્રક માલિકે આખરે કંટાળીને ઢોલ નગારા અને સાંઢીયા ગાડી પાછળ ટ્રકને બાંધીને વિરોધ કરતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

Jamnagar News : માલિક કંટાળીને નગારા સાથે સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમે લઈ ગયા
Jamnagar News : માલિક કંટાળીને નગારા સાથે સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમે લઈ ગયા

By

Published : Apr 27, 2023, 4:42 PM IST

Updated : Apr 27, 2023, 6:46 PM IST

જામનગરમાં એક ટ્રાન્સપોર્ટર સાંઢીયા ગાડી પાછળ બાંધીને ટ્રકને શો રૂમમાં લઈ ગયા

જામનગર : જિલ્લામાં એક ટ્રાન્સપોર્ટરનો અનોખો વિરોધ જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ટ્રાન્સપોર્ટરે પોતાના ટ્રકને સાંઢીયા ગાડી પાછળ બાંધીને કંપનીના શો રૂમે ઢોલ નગારા વગાડતાની સાથે લઈ ગયા હતા. ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દ્વારા તાજેતરમાં એક ખાનગી કંપની માંથી પાંચ ટ્રકની ખરીદી કરવામાં આવી હતી. જે તમામ ટ્રકમાં ખામી તેથી કંપની પાસે સર્વિસ કરાવડાવી હતી. જેના માટે રાજકોટ અને અમદાવાદથી ઇજનેરો પણ આવ્યા હતા. બેથી ત્રણ વખત રીપેર કરવા છતાં ખામી દૂર ન થતાં આખરે ટ્રક માલિકે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શું છે સમગ્ર મામલો :રનીજત રોડલાઈન્સ કંપનીએ 19 જેટલા ટ્રક ટાટા કાર્ગોમાંથી ખરીદ્યા હતા. જે એક ટ્રકની કિંમત 25 લાખ હતી. સાઇલેન્સરમાં અવારનવાર યાંત્રિક ખામી સર્જાવાના કારણે ટ્રક અવારનવાર બંધ પડી જતા હતા. તેથી ડ્રાઇવર દ્વારા ટ્રકો છોડીને ચાલ્યા જતા હતા. આમ ટ્રકોમાં યાંત્રિક ખામી હોવાના કારણે ડ્રાઇવર તેમજ ટ્રકના માલિકો પરેશાન બન્યા હતા. ટ્રકના વેચાણની પેઢી દ્વારા ટૂંક સમયમાં કંપની મારફતે રીપેરીંગ કામની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો :Kutch News: સરહદી વિસ્તારમાં દરરોજ દોડે છે 150 ઓવરલોડેડ ટ્રક, હવે લીઝ સાઈટ પર થશે તપાસ

ટ્રક માલિકનું શું કહેવું છે : ટ્રકના માલિક મુસ્તાકભાઈ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી ટ્રકમાં સતત યાંત્રિક ખામી સર્જાઈ રહી છે. અનેક વખત ટાટા કાર્ગોમાં ફરિયાદ કરી એના કારીગરો દ્વારા કામગીરી કરવામાં આવી જે સંતોષજનક નથી. આખરે કંટાળી અને પાંચ જેટલા ટ્રકોને સાંઢીયા ગાડી પાછળ બાંધી અને આપવામાં આવેલ કાર્ગો કંપની ખાતે જમા કરાવ્યા છે.

આ પણ વાંચો :E Truck : હવે દેશ વિદેશમાં દોડશે ગુજરાતમાં તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ ઇલેક્ટ્રિક ટ્રક

ટ્રકોનું ચેકીંગ કરવામાં આવ્યું : ટાટા કાર્ગો કંપનીના જી.એમ. જણાવ્યું હતું કે, ટાટા કાર્બોનેટ ત્રણ જેટલી ટીમો દ્વારા તમામ ટ્રકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સાઇલેન્સરમાં કોઈ યાંત્રિક પ્રોબ્લેમ હોવાના કારણે આ ખામી સર્જાય છે. જોકે ટાટા કાર્ગો કંપની દ્વારા તમામ ટ્રકોનું ચેકીંગ સતત કરવામાં આવ્યા છે. છતાં પણ પાંચ જેટલા ટ્રકોમાં ખામી હોવાના કારણે તેના માલિક આજરોજ કંપની ખાતે તમામ ટ્રક જમા કરાવ્યા છે. કંપનીને જગાડવા માટે સવારે તમામ પાંચ ટ્રકોને ઉંટગાડી સાથે બાંધીને હાપા સ્થિત કંપનીના શો રૂમના દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ સાથે સાથે ઢોલ નગારા વગાડીને અનોખો વિરોધ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

Last Updated : Apr 27, 2023, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details