જામનગર: કાલાવડમાં અગિયાર વર્ષ પેહલા પ્રેમ-પ્રકરણ હત્યાકાંડનો બીજો આરોપીને જામનગર પોલીસે દબોચી લીધો છે. આ અગાઉ પણ પ્રેમ પ્રકરણ હત્યાકાંડમાં છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને મોરબીના અમરાપુર ગામના વાડી વિસ્તારમાંથી જામનગર પેરોલ/ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
જામનગર પોલીસે 11 વર્ષ પહેલાના પ્રેમ પ્રકરણ હત્યાકાંડનો આરોપી ઝડપી પાડ્યો - crime news of kalavad
જામનગર જિલ્લામાં જ્યારથી નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દ્વારા ચાર્જ લેવામાં આવ્યો છે ત્યારથી આરોપીઓની આલમમાં સન્નાટો વ્યાપી ગયો હોય તેવું જણાઇ રહ્યું છે. કાલાવડમાં 11 વર્ષ પેહલા પ્રેમ-પ્રકરણ હત્યાકાંડનો બીજો આરોપીને જામનગર પોલીસે દબોચી લીધો છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનના માર્ગદર્શન તેમજ LCB PI કે.જી.ચૌધરીની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના PSI એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો જામનગર જિલ્લાના પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુનેગારોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે તપાસ હાથ ધરતા કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા- ફરતા આરોપી સોમસિંહ ઉર્ફે સોમલા મસાણીયા અમરાપર ગામની વાડી વિસ્તારમાં નજરે પડ્યો હતો. જેથી ટેકનીકલ સર્વેલન્સ અને એનાલીસીસના આધારે પેરોલ ફર્લો ટીમેં આરોપીને દબોચી લીધો હતો.
PSI એ.એસ.ગરચરે ધોરણસર અટકાત કરી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પેરોલ/ફર્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.