ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar police Action : જોડીયા પોલીસ મથક પર વીજળી ત્રાટકી, જાતીય સતામણી કેસમાં પીએસઆઈ સસ્પેન્ડ, કુલ 6 સામે પગલાં લેવાયાં

જામનગર જિલ્લાનું જોડીયા પોલીસ મથક ભારે ચર્ચામાં આવ્યું છે. જોડિયા પોલીસ મથકના એક પીએસઆઈ અને રાઈટરને સસ્પેન્ડ કરાયાં છે અને ચાર પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.

Jamnagar police Action : જોડીયા પોલીસ મથક પર વીજળી ત્રાટકી, જાતીય સતામણી કેસમાં પીએસઆઈ સસ્પેન્ડ, કુલ 6 સામે પગલાં લેવાયાં
Jamnagar police Action : જોડીયા પોલીસ મથક પર વીજળી ત્રાટકી, જાતીય સતામણી કેસમાં પીએસઆઈ સસ્પેન્ડ, કુલ 6 સામે પગલાં લેવાયાં

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 6:29 PM IST

Jamnagar police Action : જોડીયા પોલીસ મથક પર વીજળી ત્રાટકી, જાતીય સતામણી કેસમાં પીએસઆઈ સસ્પેન્ડ, કુલ 6 સામે પગલાં લેવાયાં

જામનગર : જામનગર જિલ્લાનું જોડીયા પોલીસ મથક વર્ષોથી ચર્ચાઓમાં રહેવા ટેવાયેલું છે. ઘણાં લાંબા સમય બાદ જોડીયા પોલીસ પર વીજળી ત્રાટકી છે. એક પીએસઆઈ અને રાઈટરને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. આ કેસમાં ચાર પોલીસકર્મીઓને જોડિયાથી ઉપાડી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફેંકી દેવામાં આવ્યા છે. પોલીસવડાના આદેશ મુજબ જોડિયા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું છે. જેને પરિણામે જામનગર સહિત સમગ્ર હાલારમાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.

કોની સામે એક્શન લેવાયા : જિલ્લા પોલીસવડાના આદેશ મુજબ જોડીયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જોડીયા પોલીસ સ્ટેશનના ચાર કર્મીઓ નિકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગિરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જયવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર દિવ્યરાજસિંહ જટુભા જાડેજાને જોડીયાથી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે.

જાતીય સતામણીનો એક મામલો :જિલ્લા પોલીસ વડાએ જાહેર કર્યું છે કે જોડીયા પોલીસમથકનો જાતીય સતામણીનો એક મામલો ધ્યાન પર આવ્યો હતો, જેમાં જેઓ વિરુદ્ધ ગંભીર એલિગેશન બહાર આવ્યા હતાં. તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેઓ આ મામલામાં ક્યાંક ને ક્યાંક ચિત્રમાં આવેલાં હોવાનું જાણવા મળે છે તેઓની બદલીઓ કરી નાંખવામાં આવી છે.

રેતી ચોરી મામલે દાયકાઓથી કુખ્યાત :અત્રે ઉલ્લેખનીય છે કે, જોડીયા પંથક રેતી ચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. જેના તાર છેક નેતાઓ સુધી નીકળતાં હોવાની ચર્ચાઓ સમયાંતરે થતી રહેતી હોય છે. ખાણખનિજ વિભાગ પણ આ બાબતે ખાસ એક્ટિવ ન હોવાની સ્થિતિ છે. રેતી ચોરી મુદ્દે જોડીયા પોલીસ મથકની ભૂમિકા પણ અવારનવાર ચર્ચાઓનો વિષય બનતી રહે છે.

યુવતીએ આઈજીને ફરિયાદ કરી હતી : જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેં કેસમાં જીઆરડીમાં ફરજ બજાવતી યુવતીની જાતીય સતામણી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે યુવતીએ આઈજીને ફરિયાદ કરી હતી અને આઇજીએ દ્વારકા પોલીસને સમગ્ર કેસની તપાસ સોંપી હતી.તપાસ બાદ આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

  1. જામનગર LCBનો સપાટો : જોડીયામાં 70 ટન રેતી સાથે 6 લોકોની ધરપકડ
  2. jamnagar crime : કોલેજીયન યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો, જેલ હવાલે કરાયો

ABOUT THE AUTHOR

...view details