જામનગરઃ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-20નું બજેટ પ્રમુખ નયનાબેન માધવાણી સમક્ષ રજૂ કરતા બજેટને મંજૂરી આપવામાં આવી છે. વિરોધ પક્ષના વિરોધ વચ્ચે ગંગેશ્વર ગ્રામ પંચાયતની રચના કરવાનો ઠરાવ અને કેટલાક વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે.
જામનગરઃ પંચાયતનું રૂપિયા 11.97 કરોડનું બજેટ મંજૂર, ગ્રામ્ય વિસ્તાર હજી વિકાસ ઝંખે છે - Jamnagar latest news
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખે બજેટ રજૂ કર્યું હતું. સ્વભંડોળની મર્યાદિત આવક હોવા છતાં જિલ્લાની ગ્રામ્ય જનતા પર કોઇપણ જાતનો કર બોજો નાખવામાં આવ્યો નથી.
જિલ્લા પંચાયતના વિસ્તારના કામો વિકાસ કામો માટે રૂપિયા 200 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ ક્લાસ માટે 48 લાખ પ્રવાસી શિક્ષકો માટે 40 લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે ગ્રામ્યકક્ષાએ અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિસ્તારમાં કોમ્યુનિટી હોલ માટે 50 લાખની જોગવાઈ સહિત કુલ 116.80 લાખની તેમજ સિંચાઇ ક્ષેત્રે જ ચેકડેમોની તથા નવા ચેકડેમ બાંધવા માટે રૂપિયા 174 લાભ તથા બાંધકામ ક્ષેત્રે જિલ્લા પંચાયત વિસ્તારના રસ્તાઓ અનામત માટે 240 લાખ આયુર્વેદીક ક્ષેત્રે આયુર્વેદ પદ્ધતિથી રોગ નિવારણ માટે વૈદિક સગવડ ઉકાળા માટે રૂપિયા 1.05 લાખ પશુપાલન ક્ષેત્રે પશુ ચિકિત્સા અને રોગચાળા નિવારણ માટે રૂપિયા 1.05 લાખની જોગવાઈ કરવામાં આવી છે.