જામનગરચૂંટણીમાં મતદાન કરવું એ આપણી ફરજ છે. તેમ છતાં કેટલાક લોકો મતદાન (voting awareness campaign) નથી કરતા. રાજ્યમાં ચૂંટણી પંચ પણ આવા લોકોને જાગૃત કરી મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે. તેવામાં હવે લોકોને મતદાન અંગે જાગૃત કરવાનું કામ ઉપાડ્યું છે જામનગરની એક કલાકારે.
જામનગરની કલાકારે મતદાનની જાગૃતિ માટે બનાવી રંગોળી, જેમાં દેશના પ્રથમ મતદારના થાય છે દર્શન - Jamnagar Painter rangoli
જામનગરનાં એક ચિત્રકારે લોકોને મતદાન અંગે જાગૃત (voting awareness campaign) કરવા માટે એક વિશાળ રંગોળી બનાવી છે. આ રંગોળીમાં દેશના સૌપ્રથમ મતદાર શ્યામશરણ નેગીના (Shyam Saran Negi) પણ દર્શન થાય છે. તેમને આ રંગોળી (Jamnagar Painter rangoli) બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો જોઈએ આ અહેવાલમાં.
લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશ જામનગરનાં કલાકાર રિદ્ધિ શેઠે મતદાન અંગે (voting awareness campaign) લોકોને જાગૃત કરવા એક વિશાળ રંગોળી બનાવી છે. સાથે જ તેમણે રંગોળીમાં ઈફ હી કૂડ ધેન વી શૂડ પ્રકારનો સંદેશ પણ લખ્યો છે. આ રંગોળીમાં (Jamnagar Painter rangoli) દેશના સૌપ્રથમ મતદાન શ્યામશરણ નેગીના (Shyam Saran Negi) પણ દર્શન થાય છે.
શ્યામશરણ નેગીમાંથી પ્રેરણાથી લઈ બનાવી રંગોળીઉલ્લેખનીય છે કે, શ્યામ શરણ નેગી (Shyam Saran Negi) આઝાદી પછીના ભારતના પ્રથમ અને સૌથી વયસ્ક મતદાર હતા. વ્યવસાયે શિક્ષક એવા નેગી હિમાચલ પ્રદેશના કલ્પાના વતની હતા. જેઓએ ભારત દેશ આઝાદ થયા બાદ વર્ષ 1951માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં મતદાન કરી દેશનો સર્વપ્રથમ મત આપ્યો હતો. એમના જીવનથી પ્રેરણા લઈ વધુમાં વધુ લોકો મતદાન કરવા (voting awareness campaign) પ્રેરાય અને "IF HE COULD THEN WE SHOULD " આ પ્રકારનો સંદેશ આપી મતદાન જાગૃતિના હેતુથી આ રંગોળીનું (Jamnagar Painter rangoli) સર્જન કરવામાં આવ્યું છે.