ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને ગ્રામજનોનો વિરોધ

જામનગર:જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામમાં સમગ્ર ગ્રામવાસીઓએ એકત્ર થઇ અને ગામ પાસે આવેલા બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને વિરોધ કર્યો હતો.

બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને ગ્રામજનોનો વિરોધ

By

Published : May 7, 2019, 11:28 AM IST

મળતી માહીતી મુજબ જામ સાહેબના સમયમાં પ્રોટેક્શન દિવાલ ઉભી કરવામાં આવી હતી પરંતુ આ દિવાલ તોડી ત્યાં મીઠાના અગરો ઉભા કરવામાં આવ્યા હતા. લીઝ પુરી થઈ જતા પણ બિનઅધિકૃત રીતે આ અગરો ચલાવવામાં આવી રહ્યો હતો ત્યારે કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા.

બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને ગ્રામજનોનો વિરોધ

આ અગરોના પાણી આસપાસના આવેલા ખેતીની જમીનમાં વહી જતા ખેતી લાયક જમીન બરબાદ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આ મીઠાના અગરના કારણે ખેતરમાં ખરાસ વાળુ પાણી જવાથી ખેતીની જમીનો બરબાદ થઈ રહી હતી તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details