ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સતત ત્રીજા ગુરુવારે નર્સિંગ સ્ટાફ દ્વારા ધરણાં, 1લી ઓગસ્ટથી આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા

જામનગરઃ શહેરમાં જી જી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતાં. જેમાં સતત ત્રીજા ગુરુવારે ધરણા કરવામાં આવ્યા છે. નર્સિંગ સ્ટાફ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. જો આ પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ ઉગ્ર આંદોલન કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

jmr

By

Published : Jul 28, 2019, 4:40 AM IST

જામનગરમાં જી. જી.હોસ્પિટલના પટાંગણમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે ધરણા કર્યા હતાં. જેમાં સુત્રોચ્ચાર કર્યા હતા કે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ સ્ટાફની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી દર ગુરુવારે આંદોલન કરવામાં આવશે તેમજ 1 ઓગસ્ટથી રાજ્યવ્યાપી આંદોલન પણ શરૂ કરવામાં આવશે.

જામનગરમાં સતત ત્રીજા ગુરુવારે નર્સિંગ સ્ટાફ દ્વારા ધરણાં

રાજ્યભરના નર્સિંગ સ્ટાફ પગાર સાહિત્યની વિવિધ પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા આખરે નર્સિંગ સ્ટાફ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details