રંગમતી નદીમાં હજારો માછલીઓના મૃત્યુ જામનગરઃ ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ તેમજ ઝેરી કેમિકલને પરિણામે જળચર જીવો પર ખતરો તોળાઈ રહ્યો છે. અનેકવાર જળચર સજીવો હજારોની સંખ્યામાં મૃત્યુ પામ્યાની ઘટના બને છે. આવી જ એક ઘટના જામનગરના દરેડ વિસ્તારમાંથી પસાર થતી રંગમતી નદીમાં ઘટી છે. આ નદીમાં હજારો માછલીઓના એક સાથે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે GPCBની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
વહેલી સવારે હજારો માછલીઓના મૃત્યુઃજામનગરના દરેડ વિસ્તારમાંથી પસાર થતી રંગમતી નદીમાં વહેલી સવારે હજારો માછલીઓ એક સાથે મૃત્યુ પામી છે. આ ઘટના પાછળનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી. GPCBની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. GPCBની ટીમ દ્વારા મૃત માછલીઓ તેમજ પ્રદૂષિત પાણીના નમૂના એક્ઠા કરવામાં આવ્યા હતા. આ નમૂનાના એનાલિસીસ બાદ કોઈ ચોક્કસ કારણ સામે આવી શકે છે.
તર્ક વિતર્ક શરુઃ આ નદીના પાણીનો ઉપયોગ મુંગા પશુઓ પણ કરતા હોય છે તેમના હાલ પણ માછલીઓ જેવા થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સ્થાનિકો કરી રહ્યા છે. આ કૃત્ય કોઈ શખ્શના કારસ્તાનનું પરિણામ છે કે કોઈ ઔદ્યોગિક ગૃહે ઝેરી કેમિકલ નદીમાં છોડવાને પરિણામે આ દુર્ઘટના ઘટી છે તેવી તર્ક-વિતર્કો પણ થઈ રહ્યા છે. જો કે GPCB આ ઘટના સ્થળની આસપાસ કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ યુનિટ ન હોવાનું જણાવી રહી છે. તેથી નમૂનાનું ચોક્કસ પરિક્ષણ થયા બાદ માછલીઓના મૃત્યુનું સાચું કારણ સામે આવી શકે તેમ છે.
ગુજરાત પદૂષણ કંટ્રોલ બોર્ડે આ નદીના પાણીના નમૂના લીધા છે. નમૂનાના એનાલિસીસ બાદ માછલીઓના મોત પાછળનું સાચુ કારણ જાણી શકાશે...કલ્પના પરમાર(ઓફિસર, GPCB, જામનગર)
- શું ખરેખર સાયન્સ સિટીની નવનિર્મિત એક્વાટિક ગેલેરીમાં માછલીઓના મૃત્યુ થયા છે ?
- Flood In Sikkim: સિક્કિમમાં પૂરને કારણે 14 લોકોના મૃત્યુ, 22 સેના જવાન સહિત 102 લોકો લાપતા