જામનગર : જામનગર સહિત સૌરાષ્ટ્રમાં નાની વયે હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે. 25થી 45ની વચ્ચેના યુવાનોના હૃદય એકાએક બંધ પડી જતા મૃત્યુને ભેટી રહ્યા છે. ગઇકાલે ખારવા ગામમાં 36 વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયુ હતું. દરમિયાન જામનગરનો 13 વર્ષીય કિશોર મુંબઇમાં હાર્ટ એટેકનો ભોગ બની મોતને ભેટ્યો હતો.
જામનગરના 13 વર્ષના ઓમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ઓમ મુંબઈમાં હોસ્ટેલમાં રહેતો અને અભ્યાસ કરતો હતો. જે દરમિયાન યોગના ક્લાસ ચાલી રહ્યાં હતાં ત્યારે ઓમને હાર્ટ એટેક આવ્યું હોવાનું હોસ્ટેલના સંચાલકોએ જણાવ્યું છે. જોકે ઓમની બોડીનું પીએમ મુંબઈ કરવામાં આવ્યું હતું અને આજ સવારે બોડી જામનગર ખાતે લવાઇ છે. અહીં ઓમની અંતિમવિધિ કરવામાં આવી છે. ઓમના પરિવારજનો શોખની લાગણીમાં ડૂબ્યા છે. 13 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો તે અમારા માટે ખૂબ દુઃખદ ઘટના છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર વિગતો બહાર આવશે... ભોલાભાઈ (પરિવારજન)
13 વર્ષની વયમાં હાર્ટએટેક : દરમ્યાન જામનગરના વેપારીના મુંબઇ અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે. મૃતદેહને જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.