ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન ધૂળ ખાતા મોટા 63 વાહનો કબજે કરાયા - Jamnagar Municipal Corporation

જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉનની અમલવારી નો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં જાહેર માર્ગો પર ધૂળ ખાતા 63 મોટા વાહનો કબજે કરી લેવાયા છે. જેમાં ટ્રક, ટ્રેક્ટર, રીક્ષા,જેસીબી, કાર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત 70થી વધુ રેકડી -કેબીનો કબજે કરી લેવામાં આવી છે. ઉપરાંત જાહેર માર્ગોપર ભીડ એકઠી કરનાર 300 શાકભાજી ના રેકડી ચાલકોના વજન કાંટા પણ કબજે કરવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકા
જામનગર મહાનગરપાલિકા

By

Published : Apr 17, 2020, 2:38 PM IST

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા લોકડાઉનની અમલવારીનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં જાહેર માર્ગો પર ધૂળ ખાતા 63 જેટલા મોટા વાહનો કબજે કરી લેવાયા છે. જેમાં ટ્રક, ટ્રેક્ટર, રીક્ષા, જેસીબી, કાર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત 70થી વધુ રેકડી -કેબીનો કબજે કરી લેવામાં આવી છે. સાથે જ જાહેર માર્ગો પર ભીડ એકઠી કરનાર 300 શાકભાજીના રેકડી ચાલકોના વજન કાંટા પણ કબજે કરવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સતીશ પટેલની સૂચનાથી એસ્ટેટ વિભાગની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા જામનગર શહેરમાં ઘણા સમયથી ધૂળ ખાતા વાહનોને ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લોકડાઉનના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી 25 ટુ વ્હીલર, 16 ફોરવ્હીલર, એક જેસીબી મશીન, 7 ટ્રેક્ટર, 8 રીક્ષા, 5 ટ્રક અને એક મીની બસ સહિતના વાહનો કબજે કરી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત જાહેર માર્ગો પર આડેધડ રીતે લગાવવામાં આવેલા ઉપરાંત જામ્યુકોના સ્ટ્રીટ લાઈટના વીજથાંભલા પર લગાવવામાં આવેલા બે હજારથી વધુ કિયોસ્ક બોર્ડ હોર્ડિંગ વગેરે પણ ઉતારી લેવામાં આવ્યા છે.

એસ્ટેટ શાખાની ટીમ દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન શહેરમાં જાહેર માર્ગો પર અડચણરૂપ થતી હોય અને લાંબા સમયથી પડી રહેલી હોય તેવી 40 કેબિનો અને 30 રેકડીઓ પણ કબજે કરી લેવામાં આવી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જાહેર માર્ગ પર ભંગારનો જથ્થો રાખીને વેચાણ કરતા એક વિક્રેતાનો રૂપિયા અઢી લાખનો ભંગારનો માલ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકડાઉન દરમિયાન ધૂળ ખાતા મોટા 63 વાહનો કબજે કરાયા

લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક શાકભાજીના વિક્રેતાઓ જાહેર માર્ગ પર ઊભા રહીને ભીડ એકઠી કરી રહ્યા છે તેવા 300 જેટલા શાકભાજીના વિક્રેતાઓના વજન કાંટા કબજે કરી લેવામાં આવ્યા હતા. જો કે પ્રત્યેક વિક્રેતાઓ પાસેથી 200 રૂપિયા દંડની વસૂલાત કરીને વજન કાંટા પરત આપવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details