જામનગરની 40 ટકાથી વધુ જનસંખ્યા 200થી 250 રૂપિયા મજુરી કે અન્ય કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમ જ મહિનામાં 15 દિવસ રોજગારી છુટક મજૂરી કામ મળતી હોવાથી આર્થિક દંડ અસહ્ય છે.એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સરકાર દ્વારા નવા નિયમો બનાવી પ્રજા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.મહત્વનું છે કે, હેલમેન્ટની હાલ કાળા બજારી પણ જોવા મળી રહી છે.જે હેલ્મેન્ટ 500 રૂપિયામાં મળતું હતું તે હવે 1500 રૂપિયામાં મળે છે.
જામનગરમાં લોકરક્ષક સમિતિએ ટ્રાફિક નિયમ અને દંડમાં રાહત આપવા કરી રજુઆત - ટ્રાફિક નિયમ
જામનગર: શહેરમાં લોકહિત રક્ષક સમિતિએ ટ્રાફિકના નવા નિયમ અને દંડની રકમના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ખાસ કરીને મોંઘવારીના સમયમાં ટ્રાફિકના નિયમ અને દંડમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે. હાથમાં હેલમેટ લઈ લોકરક્ષક સમિતિના સભ્યો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
etv bharat jamnagar
જામનગર શહેરમાં હાલ પિયુસી માટે પણ લોકો લાઈનમાં ઉભા જોવા મળી રહ્યા છે. લોકરક્ષક સમિતિએ માંગ કરી છે કે, હેલમેન્ટની હાઇવે પૂરતું રાખવા આવે તે જરૂરી છે.