ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Lakhota Lake : જામનગરના લાખોટા લેકમાં બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યા - લાખોટા લેકમાં બે બાળકોના મોત

જામનગરના લાખોટા લેકમાં બે બાળકો ડૂબી જવાથી (Jamnagar Lakhota Lake )મોત થયા છે. આ ઘટનાની જાણ ફાયરની ટીમને કરતા તાત્કાલિક ઘટના સ્થળે (Children drown in lake in Jamnagar)પહોંચી ગઇ હતી. બન્ને બાળકોના મૃત્યુ નીપજ્યા તેની ઉંમર આશરે 8 વર્ષ અને 9 વર્ષ છે. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Jamnagar Lakhota Lake  : જામનગરના લાખોટા લેકમાં બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યા
Jamnagar Lakhota Lake : જામનગરના લાખોટા લેકમાં બે બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યા

By

Published : Apr 23, 2022, 8:40 PM IST

જામનગર: શહેરના લાખોટા લેક તળાવમાં ડૂબી જવાથી (Jamnagar Lakhota Lake )બે પરપ્રાંતીયબાળકોના મોત નીપજ્યા છે. આ ઘટના અંગે ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બન્નેના મૃતદેહને જીજી હોસ્પિટલમાં(Jamnagar GG Hospital) પોસ્ટમોટમ અર્થે લઇ જવામાં આવ્યા છે. જે બન્ને બાળકોના મૃત્યુ નીપજ્યા તેની ઉંમર આશરે 8 વર્ષ (Children drown in lake in Jamnagar)અને 9 વર્ષ છે. બન્નેના પિતા દરેડ ફેઝ-2માં મજુરી કામ અર્થે ગયા હતા અને પાછળથી આ ઘટના બની હતી.

આ પણ વાંચોઃખેડાના અંતિસરમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મૃત્યું

બાળકો તળાવમાં ડૂબ્યા -જામનગરના 58 દિગ્વિજય પ્લોટમાં પરપ્રાંતીય બે પરિવાર રહે છે. જે પૈકી એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો પરિવાર છે. બન્ને બાળકોના પિતા દરેડ ફેઝ-2માં મજુરી કામ કરે છે. સવારે તેઓ કામ પર ગયા હોય અને પાછળથી તેમના બાળકો પાછલાતળાવમાં ડૂબ્યા અંગેની જાણ થતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

પરિવારમાં શોકનો માહોલ -પ્લોટમાં રહેતા બે પરપ્રાંતીય પરિવારના બાળકોના એકાએક આ રીતે મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ આ સમગ્ર બનાવને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details