ગુજરાત

gujarat

By

Published : Apr 20, 2020, 5:11 PM IST

ETV Bharat / state

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં ફૂડ શાખાએ દરોડા પાડયા

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી મળતા કોર્પોરેશનની ફૂડ શાખાની ટીમે ચાર જગ્યાએ દરોડા પાડયા હતા. જેમાં 250 કિલો અખાદ્ય પપૈયાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો.

etv bharat
જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં, ફૂડ શાખાએ દરોડા પાડયા

જામનગર: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કેરી પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરી રહ્યા હોવાની માહિતી મળતા કોર્પોરેશનની ફૂડ શાખાની ટીમે ચાર જગ્યાએ દરોડા પાડયા હતા. જેમાં 250 કિલો અખાદ્ય પપૈયાનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પરજ નાશ કરવામાં આવ્યો હતો.

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં, ફૂડ શાખાએ દરોડા પાડયા

દરોડા દરમિયાન અબ્દુલ સત્તાર લશ્કરી, હુસેન મુસા ગોરણીયા, નદીમ ઓસમાણ મોતીવાલા અને સુનીલ લાલચંદ આહુજા નામના ચાર વેપારીઓને ત્યાં ઉતારવામાં આવેલી કેરીના કેરેટની ચકાસણી કરતા કાર્બાઇડની પડીકી મળી ન હતી.

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં, ફૂડ શાખાએ દરોડા પાડયા

આ ઉપરાંત નદીમ ઓસમાણ મોતીવાલા નામના વેપારીની બીજી દુકાનની ચકાસણી કરતા દુકાનમાંથી 250 કિલો જેટલા ખરાબ અવસ્થામાં પપૈયા મળી આવ્યા હતા. તમામ અખાદ્ય પપૈયાનો જથ્થો ભરીને ડમ્પિંગ પોઇન્ટ પર લઇ જઇ નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓને જરૂરી સાફ-સફાઈ રાખવાની સૂચના અપવામાં આાવી હતી.

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં, ફૂડ શાખાએ દરોડા પાડયા

ABOUT THE AUTHOR

...view details