જામનગરમાં LCBએ બે દરોડા પાડી 12 શકુનીઓને ઝડપી પડ્યા - gambling
જામનગરઃ શહેરના ગોકુલ નગર મારૂતિનગરમાં એક મકાનમાં તીન પતીનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને 31300ના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. તો એલસીબીએ બીજા દરોડામાં નવાગામ ઘેડની જા સૂર્યા સોસાયટીમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા બે દરોડામાં કુલ ૧૨ શખ્સો ઝડપાયા છે.
આરોપીઓ
એલસીબીને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં ગોકુલ નગર શેરી નંબર 4માં રહેતા આકાશ કાળુ કોળીના એક મકાનમાં ચાલતા તીનપતી રોન નામના દુકાન આંકડામાંથી કાળુ કોડિયા, મહેન્દ્ર,અરવિંદ કટારીયા ,ઈશ્વર ભગવાન રામાવત ,રાઠોડ ગોહિલ સહિતના શખ્સો ઝડપાયા છે. તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.