ગુજરાત

gujarat

By

Published : May 26, 2020, 3:43 PM IST

ETV Bharat / state

જામનગરનું હાપા માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું છે. જે ધરતીપુત્રો માટે સારા સમાચાર છે. જામનગર જિલ્લાનું સૌથી મોટું હાપા APMC રાબેતા મુજબ ચાલુ થયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ માત્ર એક કે બે કલાક જ હરાજી કરવામાં આવતી હતી. જો કે, હવે યાર્ડમાં રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Jamnagar Hapa Martyard started
જામનગર હાપા માર્કેટયાર્ડ

જામનગર : હાપા માર્કેટયાર્ડમાં તમામ પ્રકારની જણસીની હરાજી શરુ કરવામાં આવી હતી. ત્યારે હાપા APMC માં સામાન્ય દિવસો જેવી ચહલ-પહલ જોવા મળી હતી. જેમાં ઉનાળુ પાક સહિતની તમામ જણસીઓ ખેડુતો વહેચવા પહોંચ્યા હતા. ખેડુતો અને વેપારીઓમાં ખરીદ-વેચાણનો ધમધમાટ શરૂ થયો છે. જો કે, સોશિયલ ડિસ્ટન્સ બાબતે અમુક બેદરકારી જોવા મળી હતી. ખાસ કરીને પ્રથમ દિવસે 650 ખેડૂતો યાર્ડે ઉમટ્યા હતા. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

જામનગર હાપા માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ

ABOUT THE AUTHOR

...view details