મળતી વિગતો પ્રમાણે મોટી ખાવડીથી કંડલા તરફ ગેસ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે જોડિયાથી આમરણ વચ્ચે દુધઇ ગામ પાસે ટેન્કર પલટી ગયુ હતું. જેના કારણે ગેસ રિસાવ થયો હતો. તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતાં હાઇવે બંધ કરાવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફ, ડીડીઓ સહિત ઘટના સ્થળે પહોચી સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જામનગર મોટી ખાવડી તરફ જતુ ટેન્કર પલટી - JMR
જામનગર: મોટી ખાવડીથી કંડલા જતુ ટેન્કર દુધઇ ગામ નજીક પલટી મારતા ગેસ રીસાવ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. હાઇવેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
ગેસ રિસાવના કારણે હાલ હાઇવે પરના ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યું છે. હજૂ પણ ગેસ રિસાવ અટકયો નથી. જેના કારણે આજુબાજુના વિસ્તારોની વિજળી બંધ કરવામાં આવી છે. નજીકના વિસ્તારોમાં મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.