ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા વોલીબોલ રમતા જોવા મળ્યા

હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે જામનગરમાં દિનપ્રતિદિન ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનો હળવી કસરત તેમજ એક્સરસાઇઝ તરફ ધ્યાન આપતા હોય છે. જ્યારે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભી જાડેજા પોતોના મિત્રો સાથે વોલીબોલ રમતા જોવા મળ્યા હતા.

જામનગર અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ હોલિબોલ પર હાથ અજમાવ્યો
જામનગર અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ હોલિબોલ પર હાથ અજમાવ્યો

By

Published : Jan 3, 2021, 10:15 AM IST

Updated : Jan 3, 2021, 10:32 AM IST

  • હકુભા જાડેજા મિત્રો સાથે વોલીબોલ રમતા જોવા મળ્યા
  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાઇરલ
  • સમય મળે ત્યારે તે રમે છે વોલીબોલ તેમજ ક્રિકેટ

જામનગર : હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે જામનગરમાં દિનપ્રતિદિન ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનો હળવી કસરત તેમજ એક્સરસાઇઝ તરફ ધ્યાન આપતા હોય છે. જ્યારે રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભી જાડેજા પોતોના મિત્રો સાથે વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. જામનગર શહેરમાં આમ પણ વહેલી સવારે શહેરીજનો લાખોટા તળાવ ખાતે ટહેલવા નીકળતા હોય છે અને યુવાઓ એક્સરસાઇઝ કરતા જોવા મળે છે. ત્યારે ધારાસભ્ય હકુભા જાડેજા પણ પોતાના મિત્રો સાથે વોલીબોલ રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જામનગર અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ વોલીબોલ પર હાથ અજમાવ્યો

ફિટનેસ માટે સ્પોર્ટ્સ ખૂબ જરૂર છે :હકુભા

આમ પણ જામનગરમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ ક્રિકેટ તેમજ અન્ય ગેમ રમતા જોવા મળે છે. ખાસ કરીને જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવકો ક્રિકેટ રમતા જોવા મળે છે. હકુભાએ જણાવ્યું કે, ફિટનેસ માટે સ્પોર્ટ્સ ખૂબ જરૂર છે અને દરેક લોકોએ હળવી કસરત કરવી જોઇએ. તેમજ કોઈ એક ગેમ પણ રમવી જોઈએ. તેઓને જ્યારે સમય મળે ત્યારે તે વોલીબોલ તેમજ ક્રિકેટ પણ રમી લે છે.

Last Updated : Jan 3, 2021, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details