જામનગરમાં મેળો બંધ, ધારાસભ્ય વિક્રમ માડમે સ્વાતંત્ર પર્વ નિમિત્તે આંદોલનની ચિમકી ઉચ્ચારી - congress
જામનગરઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાના-મોટા 800થી વધુ મેળાનું આયોજન થાય છે. જેમાં ઉત્સવપ્રેમીઓ પરિવાર સાથે મોજ-શોખ માટે જતાં હોય છે. પરંતુ, જામનગરમાં આ વખતે વરવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. જ્યાં સુધી મિકેનિકલ એન્જીનિયરીંગનું સર્ટીફિકેટ ન મળે ત્યાં સુધી મેળો બંધ રાખવા તંત્રએ ફરમાન કર્યું છે.
jamnagar
બુધવારે સાંજે કોંગ્રેસના આગેવાન ધારાસભ્ય વિક્રમ માડમ અને વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ રંગમતી નદીના પટમાં આવેલા મેળાની મુલાકાત લીધી હતી. દરમિયાન ધારાસભ્ય વિક્રમ માડમે કલેક્ટર સાથે ટેલિફોનીક ચર્ચા પણ કરી હતી. છેલ્લા 15 દિવસથી મેળામાં રાઈડ્સ રાખી તંત્રના નિર્ણયની રાહ જોતા રાઈડ્સ માલિકો પણ થાક્યા છે અને આંદોલન કરવાના મૂડમાં છે.