આ બધા મુદ્દાઓને લઈ સોમવારે 4 વાગ્યે દલિત સમાજના વકીલ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, જોડિયાના લખતર ગામે દલિતો ઉપર ટોળાએ હુમલો કરી ઘાયલ કરેલ, અને બાવળા ગામે દલિત યુવતીની સરાજાહેર હત્યાં અને અત્યાચારોના વિરોધ માટે જામનગર અનુસૂચિત જાતિના વકીલોએ અને આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.
દલિતો પર અત્યાચાર બંધ નહિ થાય તો જામનગર દલિત સમાજ બૌદ્ધ ધર્મનો કરશે અંગીકાર - Buddhist religion
જામનગરઃ રાજસ્થાનના અલ્વરમાં દલિત મહિલા પર થયેલ સામુહિક દુષ્કર્મ અને મહેસાણાના લોહર ગામે લગ્નમાં વરઘોડો કાઢવા બાબતે માર ગ્રામજનો દ્વારા દલિતોનો સામાજિક બહિષ્કાર વગેરે મુદ્દે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આવેદનપત્ર
આવેદનપત્ર આપતા સમયે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને વકીલોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને વકિલોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો અત્યાચાર બંધ નહિ થાય તો જામનગર દલિત સમાજ બૌદ્ધ ધર્મનો અંગીકાર