ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Crine : જામનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મથી ચકચાર, વાઘેરવાડાના યુવક સામે ફરિયાદ નોંધાઇ - સગીરા સાથે દુષ્કર્મની ઘટના

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બહાર આવી છે. સગીરા કરીયાણું લેવા જતી હતી તે સમયે રસ્તા પરથી લઇ વાઘેરવાડાના મહેબુબ હનીફ ગજીયા નામના યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Jamnagar Crine : જામનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મથી ચકચાર, વાઘેરવાડાના યુવક સામે ફરિયાદ નોંધાઇ
Jamnagar Crine : જામનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મથી ચકચાર, વાઘેરવાડાના યુવક સામે ફરિયાદ નોંધાઇ

By

Published : Jul 7, 2023, 7:49 PM IST

Updated : Jul 7, 2023, 8:51 PM IST

જામનગર : જામનગર શહેરમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સગીરા પર એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા કરીયાણું લેવા જતી હતી એ સમયે ઘટના બની હતી. ભોગ બનનાર સગીર હોવા છતાં તેને રસ્તામાંથી અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે.

પ્રેમીને મળવા ગઇ હતી સગીરા મળતી વિગતો અનુસાર આ યુવતી જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં પોતાના પ્રેમીને મળવા આવી હતી. જો કે પ્રેમીને મળી શકી ન હતી અને યુવતી બાલાચડી ખાતે એક રીક્ષાચાલક સાથે પહોંચી ગઈ હતી. આ રીક્ષા ચાલકે તેની એક સ્ત્રી મિત્ર સાથે યુવતીને મેળવી હતી અને ત્યારબાદ દુષ્કર્મમાં આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર ચાલુ કર્યો છે હજુ પણ દુષ્કર્મ કેસમાં અન્ય શખ્સોની સડોવણી છે કે નહીં તે પોલીસ તપાસમાં બહાર આવશે.

આરોપી મહેબૂબ હનીફ ગજીયા : સગીરાની ઈચ્છા વિરુદ્ધ આરોપીએ શારીરિક છેડછાડ તથા દુષ્કર્મ કરી ગુનો આચાર્યો હતો. વાઘેરવાડા વિસ્તારમાં રહેતા શખ્સ સામે સીટી એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે. વાઘેરવાડામાં રહેતા મહેબૂબ હનીફ ગજીયા નામના વાઘેર શખ્સ સામે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને સિટી એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપી મહેબૂબ હનીફ ગજીયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

દુષ્કર્મ કેસની તપાસ : આમ જામનગરમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. 16 વર્ષની આ સગીરા કરિયાણું લેવા માટે જતી હતી તે દરમિયાન મહેબૂબ હનીફ નામના ઈસમે સગીરાને લલચાવી ફોસલાવી અવાવરુ જગ્યાએ લઈ જઈ અને તેણીની સાથે દુષ્કર્મમાં આચરતા જામનગરમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દુષ્કર્મ કેસની તપાસ સિટી એ ડિવિઝનના પીઆઇ ચાવડા ચલાવી રહ્યા છે.

સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને મેડિકલ ચેક બાદ તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે....પીઆઇ ચાવડા(સિટી એ ડિવિઝન)

અવારનવાર દુષ્કર્મ આચર્યાની ઘટના : જામનગરમાં થોડા સમય પહેલા પ્રિન્સિપાલે પણ સગીર વયની યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી. જોકે આ પ્રિન્સિપાલને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

  1. Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ
  2. Love jihad: મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી
  3. Jamnagar News: પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ, બુટલેગરોએ આઇસરમાં બનાવ્યું ચોરખાનું
Last Updated : Jul 7, 2023, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details