હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન થયો જામનગર : જામનગર નજીક વસઇની આગળ ઓર્ચીડ હોટલની સામેના રોડ પર ગઇ સાંજે ખૂની ખેલ ખેલાયો હતો. જૂની અદાવતના કારણે છરી સહિતના હથિયારો ઉડતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઝઘડામાં જામનગરના યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હતું, પ્રથમ તો બનાવ બાબતે પોલીસ પણ ચકરાવે ચડી હતી, કારણ કે ભાગવા જતા વાહન સાથે અથડાતા એકનું મોત થયાનું બહાર આવ્યુ હતું. જોકે મોડે સુધી કરેલી સઘન તપાસમાં આહીર યુવકની હત્યાની વિગતો સામે આવતા ચાર આરોપી સામે હત્યાની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી પણ ઘાયલ થતાં સારવારમાં ખસેડાયો પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ :જામનગર ખંભાળીયા માર્ગ પર વસઇ પાટીયા પાસે ગઇ મોડી સાંજે બે યુવાનો વચ્ચે છરી વડે હુમલો થયો છે એવી વિગતો મળતા સિકકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તબકકે જામનગરના ગોકુલનગરમાં રહેતા સામત વશરા પર ભીમશી નામના શખ્સે છરી વડે હુમલો કર્યો છે અને પોતે ભાગવા જતા વાહનમાં અથડાતા મૃત્યુ નિપજયું છે આ પ્રકારની શંકાસ્પદ વિગતો બહાર આવતા પોલીસ ચકરાવે ચડી હતી. દરમિયાન તપાસમાં એલસીબીની ટુકડી જોડાઇ હતી. મોડી રાત સુધી ખરેખર બનાવ કેવી રીતે બન્યો એ બાબતે સધન તપાસ આદરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ઇજાગ્રસ્તનું નિવેદન લેવા તેમજ મૃતકને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો. મોડે સુધી ચાલેલી તપાસમાં બનાવને અકસ્માતમાં ખપાવવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયાનુંં સામે આવ્યુ હતું, દરમ્યાન જામનગરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી મંજુબેન ભીમશીભાઇ આંબલીયા (ઉ.વ.42 )એ મોડી રાત્રીના સિકકા પોલીસ સ્ટેશનમાં જામનગરના સામત કરણા વશરા, અજય ભીમશી વશરા, વજશી કરણા વશરા, રાહુલ સામત વશરા નામના ચાર શખ્સો સામે આઇપીસી કલમ 302, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી...જયવીરસિંહ ઝાલા ( ડીવાયએસપી )
જૂની અદાવતનો મામલો : જેમાં જણાવ્યુ હતું કે, આશરે સાતેક વર્ષ પહેલા ફરિયાદીના દિયર એભાભાઇની હત્યા થઇ હતી જે બાબતે એકબીજાને પરસ્પર મનદુ:ખ ચાલતુ હતું. તેનો ખાર રાખીને આરોપીઓએ ગઇકાલે ભેગા મળીને વસઇ પાસે ભીમશીભાઇ ધરણાંતભાઇ આંબલીયા (ઉ.વ.45) સાથે મારામારી કરી હતી અને હથિયારોથી માથા તથા કપાળના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી એકબીજાને મદદગારી કરી હતી.
ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો : આ ફરિયાદના આધારે સિકકાના પ્રો. પીઆઇ આર. ડી. રબારી તથા પીએસઆઇ સરવૈયા સહિતનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે, અલગ અલગ ટુકડીઓ દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ખૂની ખેલમાં સામત વસરાને પેટના ભાગે ઇજાઓ પહોચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
- લગ્નમાં દારૂ પીવાની ના પાડતા જાનૈયાઓએ બે સગા ભાઈની કરી નાખી હત્યા
- સામાન્ય બાબતમાં થયેલ ઝધડાનો ખાર રાખી યુવાનની હત્યા