રાહુલ ગાંધી અધ્યક્ષ પદે યથાવત્ રહે તે માટે જામનગર કોંગ્રેસ દ્વારા ઠરાવ રજૂ કરાયો છે. કોંગ્રેસ પ્રમુખ જે. ટી. પટેલે આ ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવ દરમિયાન ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રાહુલ ગાંધીને પ્રમુખ પદે યથાવત્ રાખવા જામનગર કોંગ્રેસનો ઠરાવ - Gujarati News
જામનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજીનામુ ધર્યું છે. પરંતુ પક્ષ તેમનું રાજીનામું મંજૂર કરવા માટે તૈયાર નથી. તેમનું રાજીનામું પાછું ખેંચી અધ્યક્ષ પદે યથાવત્ રાખવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા પણ ઠરાવ રજૂ કરી માંગ કરવામાં આવી છે.
hd
લોકસભા ચૂંટણીમા ખરાબ પ્રદર્શનને કારણે હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું ધર્યું છે. જેના કારણે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતની 26 બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયો છે જે પૈકી જામનગર લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જામનગર કોંગ્રેસે દ્વારા ઠરાવ રજૂ કર્યો છે, જેમાં રાહુલ ગાંધીએ ભાજપને જોરદાર ટક્કર આપી હોવાથી તેઓ પ્રમુખ પદે ચાલુ રહેવા જોઈએ તેવી માંગ કરાઈ છે.